Site icon Revoi.in

તમિલનાડુમાં ભારે વરસાદને પગલે ચાર જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રખાયું

Social Share

નવી દિલ્હીઃ ચક્રવાત ‘મિચૌંગ’ (Michaung) ના અવશેષોના કારણે તમિલનાડુમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જેના લીધે અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. સતત વરસાદના કારણે ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લાઓમાં મંગળવારે બધી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.મદ્રાસ યુનિવર્સિટી અને અન્ના યુનિવર્સિટી દ્વારા મંગળવારે યોજાનારી સેમેસ્ટર પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચેન્નાઈથી લગભગ 50 કિમી પૂર્વમાં એક ઊંડું દબાણ (Deep Depression) ઘણા કલાકોથી સ્થિર છે.આ સિસ્ટમ આગામી 12 કલાકમાં નબળી પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને શહેરથી લગભગ 30 કિમી દૂર જવાની ધારણા છે.તેમ છતાં, તેની નિકટતાને કારણે ઉત્તર તમિલનાડુમાં વરસાદની તીવ્રતા ચાલુ રહેશે.ચેન્નાઈમાં સવારથી સતત વરસાદને કારણે મુખ્ય રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી પસાર થવામાં મુશ્કેલી પડતાં મુખ્ય રસ્તાઓ ટ્રાફિકથી ભરાઈ ગયા છે.અધિકારીઓએ લોકોને બિન-જરૂરી મુસાફરી ટાળવા અને ઘરમાં રહેવા વિનંતી કરી છે.હવામાન વિભાગે સંકેત આપ્યો છે કે બુધવારથી ૫ ડિસેમ્બર સુધી તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ રહેશે, જેમાં કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી પડવાની પણ શક્યતા છે.

Exit mobile version