Site icon Revoi.in

વરુણ ગાંધીને કોંગ્રેસમાં લાવવાના પ્રયાસો તેજ બન્યાં, બહેન પ્રિયંકા ગાંધીને જવાબદારી સોંપાઈ ?

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશના પીલીભીતથી ભાજપના સાંસદ વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ શક્યતાને પગલે યુપીમાં રાજકીય હલચલ વધુ તેજ બની છે. ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદનથી આ ચર્ચા વધુ તેજ થઈ ગઈ છે. પરંતુ હવે તેમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. વરુણ ગાંધી તેમના પિતરાઈ ભાઈ અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વચ્ચે કેટલીક વાર વાતચીત થાય છે. જોકે પહેલા આ વાતચીત પરિવારને લઈને થતી હતી. પરંતુ હવે આ વાતચીતમાં રાજકીય વળાંક આવ્યાનું મનાઈ રહ્યું છે.

રાજકીય પંડિતોનો દાવો છે કે વરુણ ગાંધી 2024ની લોકસભા ચૂંટણી પહેલા પોતાનું રાજકીય ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ કરશે. આ માટે તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ શકે છે. વરુણ ગાંધીને કોંગ્રેસમાં લાવવાની જવાબદારી બહેન પ્રિયંકા ગાંધીને સોંપવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે આ સમગ્ર ચર્ચા રાહુલ ગાંધીના નિવેદનથી તેજ થઈ ગઈ છે. જ્યારે તેમને વરુણ ગાંધીના કોંગ્રેસમાં જોડાવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “ખડગે જીને પૂછો કે વરુણ ગાંધી પાર્ટીમાં જોડાશે કે નહીં. જો કે, ભારત જોડો યાત્રામાં તેમનું અથવા દરેકનું સ્વાગત છે, પરંતુ તેઓ ભાજપમાં છે. “તેમના માટે સમસ્યાઓ ઉભી થવાની શકયતા છે.”

બીજી તરફ ભૂતકાળમાં વરુણ ગાંધીએ આ અંગેનો સંકેત આપતાં કહ્યું હતું કે, “આ દેશને એક કરવા માટે રાજનીતિ હોવી જોઈએ, તેને તોડવાની નહીં. ભાઈ સાથે ભાઈની લડાઈની રાજનીતિ ન હોવી જોઈએ. લોકોને હિંદુ-મુસ્લિમની રાજનીતિ નથી જોઈતી, પરંતુ બેરોજગારી પર વાત થવી જોઈએ. ભૂખમરા પર વાત થવી જોઈએ.