Site icon Revoi.in

ઓમિક્રોનના ખતરા વચ્ચે સામાજીક અંતર ભુલાયાનું 83 ટકાએ કબુલ્યું, સર્વેમાં ખુલાસો

Social Share

દિલ્હીઃ ગાઈડલાઈન અનુસાર માસ્ક અને સમાજીક અંતરના નિયમને લોકો ભુલી ગયા હોવાથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન એક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સર્વે અનુસાર 83 ટકા લોકોએ માન્યુ હતું કે, સામાજીક અંતરના નિયમને ભુલી ગયા છે. એટલું જ નહીં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ઉપર પણ કોરોનાના નિયમોનું યોગ્ય પાલન નહીં થતું હોવાનું સામે આવ્યું છે.

એક સંસ્થામાં હાથ ધરવામાં એક સર્વેમાં 83 ટકા લોકોએ કબુલ્યુ હતું કે પોતપોતાના શહેર કે જીલ્લામાં સોશ્યલ ડિસ્ટન્સીંગ જેવું કાંઈ રહ્યું નથી અને લોકો કોઈપણ જાતની તકેદારી રાખ્યા વિના હરેફરે છે. લોકો સોશ્યલ ડીસ્ટન્સીંગ નિયમનું જરાય પાલન કરતા નહીં હોવાનું 41 ટકા લોકોએ કહ્યું હતું. જ્યારે બસ સ્ટેન્ડ, એરપોર્ટ અને રેલવે સ્ટેશનો ઉપર  કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં થતું હોવાનું 52 ટકા લોકોએ કહ્યું હતું. 100માંથી 30 જેટલા લોકો કોરોનાના નિયમનું પાલન કરતા હોવાનું 11 ટકા લોકે કહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ચેપ ફેલાઈ રહ્યો છે. ત્યાર સુધીમાં દુનિયાના 70થી વધારે દેશમાં ઓમિક્રોનના કેસ સામે આવ્યાં છે. એટલું જ નહીં ભારતમાં પણ 60થી વધારે ઓમિક્રોનના પોઝિટિવ કેસ નોંધાયાં છે. બીજી તરફ કોરોના કેસમાં વધારો ના થાય તે માટે સરકાર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ રસીકરણ અભિયાનને પણ વેગવંતો બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના 130 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે.

(Photo-File)