Site icon Revoi.in

એકનાથ શિંદેને ઝટકોઃ ડેપ્યુટી સ્પીકરએ અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવ્યો, મુંબઈમાં ધારા 144 લાગુ

Social Share

મુંબઈઃ શિવસેના સામે બળવો પોકારનારા એકનાથ શિંદે જૂથને મોટો ઝડકો લાગ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરએ અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. એટલું જ નહીં 16 ધારાસભ્યોને નોટિસ આપી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈમાં પોલીસે ધારા 144 લાગુ કરી છે.

મહારાષ્ટ્રના ગૃહ મંત્રી દિલીપ બલસે પાટિલએ જણાવ્યું હતું કે, કોઈ ધારાસભ્યની સુરક્ષા પરત લેવામાં આવી નથી. ગૃહ વિભાગએ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ધારાસભ્યોના પરિવારોને સુરક્ષિત રાખવા તેમના આવાસ ઉપર સુરક્ષા પુરી પાડવાનો નિર્ણય લીધો છે.

હાલ એકનાથ શિંદે અને નારાજ ધારાસભ્ય હાલ ગુવાહાટીની હોટલમાં રોકાયેલા છે. શિવસેનાના અસમના પ્રદેશ પ્રમુખ રામ નારાયણ સિંહએ શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે પરત આવવા માટે પત્ર લખ્યો છે. એનસીપી અને કોંગ્રેસના અસમના નેતા અને કાર્યકરોએ ગુવાહાટીની હોટલની બહાર દેખાવ પ્રદર્શન કર્યું હતું. બાદ તેમને દેખાવકારોને હોટલ પાસેથી દૂર ખદેડવામાં આવ્યાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાની મહાવિકાસ અઘાડીની સરકાર છે, શિવસેના પાસે 55 ધારાસભ્યો હતો, જે પૈકી 38 ધારાસભ્યોએ બળવો પોકારતા સીએમ ઠાકરે સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયાં છે. બીજી તરફ સરકાર બચાવવા માટે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીમાં બેઠકનો દોર શરૂ થયો છે. ઉદ્ધવ ઠાકરેએ નારાજ ધારાસભ્યોને મુંબઈ આવીને રજૂઆત કરવા અપીલ કરી હતી. જો કે, કોંગ્રેસ અને એનસીપી સાથેના ગઢબંધનથી નારાજ ધારાસભ્યોએ મળવાનું ટાળ્યું હતું.