- ફોર્મ પાછા ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થતા ૬ ફોર્મ માન્ય રખાયા
ગાંધીનગર, 9 એપ્રિલ, 2026 – ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તા. ૨૩ મી એપ્રિલના રોજ મતદાન થનાર છે. તે માટે ૧૧૧- ઉમરેઠ વિધાનસભાના ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા તારીખ ૩૦ માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવા માટે નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
સદર વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી કાર્યક્રમ અનુસાર તા.૦૯.૦૪.૨૦૨૬ ના રોજ ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો. જે અંતર્ગત ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના છેલ્લા દિવસે એટલે કે, આજ તા.૦૯.૦૪.૨૦૨૬ના રોજ સંબંધિત ચૂંટણી અધિકારીશ્રી દ્વારા નીચે મુજબના ઉમેદવારો હરીફ ઉમેદવારો તરીકે નિયત કરવામાં આવ્યા છે તથા તેમને ચૂંટણી ચિહ્ન પણ ફાળવવામાં આવ્યું છે.
૧. શ્રી ભૃગુરાજસિંહ ચૌહાણ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૨. હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર
ભારતીય જનતા પાર્ટી
૩.શ્રી મૌલિકભાઈ વિનુભાઈ શાહ
ભારતીય નેશનલ જનતા દળ
૪. શ્રી જીતેશકુમાર સેવક
અપક્ષ
૫. શ્રી નિરૂપાબેન માધુ
અપક્ષ
૬. શ્રી મહેન્દ્રભાઈ પરમાર
અપક્ષ

