1. Home
  2. Tag "by-election"

વાઘોડિયાની પેટા ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પાછી ખેંચી કોંગ્રેસને ટેકો જાહેર કર્યો

વડોદરાઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણી સાથે વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી પણ 7મી મેના રોજ યોજાશે. જેમાં વાઘોડિયા બેઠકનો પણ સમાવેશ થાય છે. વાઘોડિયાની બેઠક પર દબંગ ગણાતા નેતા અને પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધવતા ભાજપ કોંગ્રેસ અને મધુ શ્રીવાસ્તવ વચ્ચે ત્રિકોણિયો જંગ જામવાનો હતો. પરંતુ મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પાછી ખેંચીને […]

વાઘોડિયા બેઠકની પેટાચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવએ ઉમેદવારી નોંધાવતા હવે ત્રિપાંખિયો જંગ

વડોદરાઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાય રહી છે. જેમાં વાઘોડિયા બેઠકનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ ઉપરાંત દબંગ ગણાતા પૂર્વ ધરાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવતા હવે ત્રિપાખિંયો જંગ ખેલાશે. વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગ ખેલાશે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અપક્ષમાંથી ઉમેદવારી […]

મૈનપુરી પેટાચૂંટણીઃ યાદવ પરિવાર એક સાથે હોવાનું દર્શાવવાનો અખિલેશનો પ્રયાસ

માત્ર ચાર મહિના પહેલા જ સમાજવાદી પાર્ટી પાસેથી ‘ઔપચારિક સ્વતંત્રતા’ મેળવનાર પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ શિવપાલ યાદવ ફરી એકવાર સંબંધોના ‘વશ’ બની ગયા છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ તેમની પત્ની અને મૈનપુરીના ઉમેદવાર ડિમ્પલ યાદવ સાથે સૈફઈમાં શિવપાલ યાદવના ઘરે પહોંચ્યા હતા અને સમર્થન અને આશીર્વાદ મેળવ્યા હતા. પહેલા અખિલેશ અને પછી શિવપાલે ‘મીટિંગ’ની તસવીરો […]

ઉત્તરાખંડઃ વિધાનસભાની ચંપાવત બેઠક પર પેટા ચૂંટણીમાં CM ધામીનો વિજય

લખનોઃ ઉત્તરાખંડની ચંપાવત વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. આ સાથે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચંપાવત વિધાનસભા બેઠક પરથી જીત મેળવી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર નિર્મલા ગહાતોડી, સપાના ઉમેદવાર મનોજ કુમાર અને અપક્ષ ઉમેદવાર હિમાંશુ ગરકોટીને હરાવીને જીત મેળવી છે. મતગણતરીના પ્રથમ રાઉન્ડથી જ સીએમ પુષ્કર સિંહ ધામીએ લીડ મેળવી લીધી હતી. 13માં રાઉન્ડની […]

દીવ,દમણ અને દાદરાનગર હવેલીની પેટાચૂંટણીમાં ભાજપને જીતાડવાની જવાબદારી પાટિલને સોંપાઈ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને વિજ્ય અપાવનારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલને  દિવ, દમણ, દાદરાનગર હવેલીની લોકસભા બેઠકની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના હાઈકમાન્ડે આ બેઠકની જવાબદારી ગુજરાત ભાજપને સોપી છે તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જેવો મરાઠા છે તેઓએ ગુજરાત ભાજપના અનેક નેતાઓને આ ચૂંટણી જંગમાં ઈન્ચાર્જ તથા પ્રચાર માટે જવાબદારી સોપતા રસપ્રદ […]

રાજકોટ જિલ્લા પંચાયતની બે અને ઉપલેટા પાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત

રાજકોટઃ  જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર 3 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું, જેનું આજે મંગળવારે પરિણામ જાહેર કરાતા  ભાજપનાં સૂપડાં સાફ થઈ ગયાં છે અને કોંગ્રેસનો પંજો ઊંચો રહ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના બંને ઉમેદવારની જીત થઇ છે. આ બંને બેઠક જસદણ તાલુકામાં આવે છે, આથી […]

અમદાવાદ મ્યુનિ,કોર્પોરેશનની બે બેઠકોની પેટાચૂંટણીમાં સવારે મતદાન ધીમું રહ્યું પણ બપોરે મતદારો ઉમટી પડ્યાં

અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનના ઈસનપુર અને ચાંદખેડા વોર્ડના બે બેઠકોની પેટા ચૂંટણીમાં આજે સવારે મતદાન થોડું ધીમું રહ્યું હતું. પણ બપોરે મોટીસંખ્યામાં મતદારો મતદાન કરવા ઉમટી પડ્યા હતા. ચાંદખેડા અને ઈસનપુર વોર્ડમાં ચૂંટાયેલા કોર્પોરેટરે રાજીનામું આપતા અને એક કોર્પોરેટરનું અવસાન થતાં બંને સીટ પર આજે પેટાચૂંટણી યોજવામાં આવી છે.  ચાંદખેડા વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીટાબેન […]

ચૂંટણી પંચઃ લોકસભાની 3 અને 14 રાજ્યોની ખાલી પડેલી 30 બેઠકો માટે યોજાશે પેટાચૂંટણી

દિલ્હીઃ ચૂંટણી પંચ દ્વારા ખાલી પડેલી લોકસભા અને વિવિધ રાજ્યોની વિધાનસભાની બેઠકો ઉપર પેટાચૂંટમીની તારીખો જાહેર કરી છે. લોકસભાની 3 અને વિધાનસભાની 30 બેઠકો માટે 30 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે. જે રાજ્યોમાં લોકસભાની ખાલી બેઠકો પડી છે તેમાં દાદરા-નગર હવેલી, મધ્યપ્રદેશની ખંડવા અને હિમાચલ પ્રદેશની મંડી બેઠકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 14 રાજ્યોની વિધાનસભાની […]

અમદાવાદ મહાનગરપાલિકાની બે બેઠકોની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે

અમદાવાદઃ કોરોનાના બીજો કાળે વિદાય લીધા બાદ ગાંધીનગર મહાનગર પાલિકાની સાથે અમદાવાદ મહાનગરપાલિકાની ખાલી પડેલી બે બેઠકોની પેટાચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે. અમદાવાદ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી બાદ ચાંદખેડા વોર્ડની ભાજપની મહિલા કોર્પોરેટરે રાજીનામું ધરી દેતાં અને ઇસનપુર વોર્ડનાં ભાજપી કોર્પોરેટરનું અવસાન થતાં બન્ને બેઠક માટે ૩જી ઓક્ટોબરે પેટાચૂંટણી યોજવામાં આવશે. આ બે બેઠકોની […]

પ.બંગાળ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાતઃ 30મી સપ્ટેમ્બરે મતદાન અને 3 ઓક્ટોબરે મતગણતરી

કોલકતાઃ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવ્યાં છે. પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર, સમસેરગંજ અને જંગીપુર વિધાનસભા બેઠક પર 30મી સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે અને તા. 3 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુર વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડે તેવી શકયતા છે. મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code