Site icon Revoi.in

ચૂંટણી પંચઃ અમદાવાદમાં મતદાર યાદીસંક્ષિપ્ત સુધારણા સંદર્ભે રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ

Social Share

અમદાવાદ: મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા સંદર્ભે અમદાવાદમાં ચૂંટણીપંચના અધિકારીઓની રાજકીય પક્ષો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચીફ ઇલેક્ટોરલ ઓફિસર પી. ભારતી અને અમદાવાદના કલેકટર ડૉ. ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મતદાર યાદીમાં જે ખાસ સુધારણા કરવાના હતા, તે અંગે નાગરિકત્વની લાયકાતની તારીખો, મતદાર યાદી અંતર્ગત કરવામાં આવતી પ્રવૃત્તિઓ, મતદાર યાદી તપાસવા માટે ઓફલાઈન અને ઓનલાઇન માધ્યમો તથા બુથ લેવલ એજન્ટ અંગેનાં વિવિધ મુદ્દાઓ વિશે રાજકીય પક્ષો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં રાજકીય પક્ષો દ્વારા પોતાના પ્રશ્નો અને મંતવ્યો રજૂ કરવામાં આવ્યાં હતાં.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ ચૂંટણી પંચે પણ લોકસભાની ચૂંટણીની સાથે ચાલુ વર્ષે મધ્યપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં યોજાનારી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. ચાલુ વર્ષે વિવિધ રાજ્યોમાં યોજનારી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવુ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. તમામ બેઠકો ઉપર જીતનો ભાજપાએ દાવો કર્યો છે. બીજી તરફ લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારને પરાસ્ત કરવા માટે રાહુલ ગાંધી, અરવિંદ કેજરિવાલ, મમતા બેનર્જી અને નીતિશ કુમાર સહિતના નેતાઓ વિપક્ષી નેતાઓએ એક છત્ર હેઠળ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ભાજપની આગેવાની હેઠળના એનડીએના નેતા નરેન્દ્ર મોદી જ રહેશે.