Site icon Revoi.in

બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેનપદની ચૂંટણી તા. 24મી મેના રોજ યોજાશે

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાની પ્રતિષ્ઠિત ગણાતી સહકારી બેંક બનાસકાંઠા જિલ્લા સહકારી બેન્કના ચેરમેનપદની ચૂંટણી આગામી તા. 24મીના રોજ યોજાશે. ચેરમેનપદ માટે ભાજપના બે જુથો આમને સામને છે. પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલના રાજીનામાં બાદ ભાજપના બે જુથો દ્વારા પોતાના માણસને ચેરમેનપદે બેસાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જોકે ભાજપના પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા જે નક્કી થાય તેને જ ચેરમેનનો તાજ મળશે. છતાં ચેરમેનપદની ચૂંટણીને લઈને ભાજપના જિલ્લા અગ્રણીઓએ દોડધામ શરૂ કરી દીધી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ધી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન અણદાભાઇ પટેલે 1 એપ્રિલના પક્ષનાં આદેશથી ખુબજ ટૂંકા ગાળામા વિવાદો વચ્ચે રાજીનામુ આપી દીધું હતું. ત્યારબાદ  ચેરમેન ખાલી પડેલી જગ્યાએ વાઇસ ચેરમેન પીરાજી ઠાકોરને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જોકે, હવે બનાસ બેંકના ચેરમેનપદે માટેની ચૂંટણી આગામી 24મી મેંના થશે. ચેરમેનનું પદ મેળવવા માટે ભાજપના બે જુથો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સરહદી બનાસકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી બેંક ધી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક કે જે બનાસ બેંકના હુલામણા નામથી ઓળખાય છે. જે બનાસ બેંકના ચેરમેન અણદાભાઈ પટેલ ગત તા.1 એપ્રિલના રોજ ભાજપના આદેશથી ખૂબજ ટૂંકા ગાળામાં વિવાદો વચ્ચે રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ ચેરમેનની ખાલી પડેલી જગ્યાનો ચાર્જ વાઇસ ચેરમેન પીરાજી ઠાકોરને સોંપવામાં આવ્યો હતો. આ દરમિયાન, બનાસ બેંકના ચેરમેનપદ માટેની ચૂંટણી આગામી 24મી મેના રોજ પાલનપુર પ્રાંત કચેરીએ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજાશે. ભાજપ જેને મેન્ડેટ આપશે તે ચેરમેન બનશે. અટલે જિલ્લા ભાજપના નેતાઓએ પણ પોતાના માણસને ચેરમેનપદ અપાવવા માટે લોબીંગ કરી રહ્યા છે.