Site icon Revoi.in

કોરોના રસીકરણમાં ઈલેક્શન સ્ટાફને પણ અપાશે પ્રાથમિકતા – ચૂંટણી સ્ટાફ ફ્રંટલાઈનના વર્કર ગણાશે

Social Share

દિલ્હી- સમગ્ર દેશમાં 16મી જાન્યુઆરીથી રસીકરણ અભિયાન મોટા પાયે શરુ કરવામાં આવી ચૂક્યું છે જેમાં પહેલા તબક્કામાં ફ્રંટલાઈન કામદારોને વેક્સિન આપવામાં આવી રહી છે, ત્યારે દેશમાં બીાજી તરફ ચૂંટણીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે હાલ ચૂંટણીના કારણે અનેક લોકો તેના કાર્યમાં જાડાયેલા છે, ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી ફરજ પરનાં કર્મચારીઓ પણ ફ્રંટલાઈન વર્કર્સ ગણવામાં આવશે

ચૂંટણીમાં કાર્ય કરનારા કાર્યકર્તાઓને રસી મામલે હવે પ્રાથમિકતા આપવામાં આવશે, આ સમગ્ર બાબાતે અંગે મુખ્ય ચુંટણી કમિશ્નર સુનિલ અરોરાએ  માહિતી આપી હતી, ચૂંટણી પંચ એ કરેલી ભલામણના આધારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ બાબતને જાહેર કરી હતું કે ચુંટણી  પર ફરજ નિભાવતા દરેક કર્મચારીઓને ફ્રંટલાઈન વર્કર ગણીને રસીકરણમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

આ સાથે જ તામિલનાડુ, કેરળ, પશ્ર્ચિમ બંગાળ, પુડ્ડુચેરી, તથા આસામમાં ચાલુ વર્ષે ચૂંટણી યોજાનાર  છે. બીજી તરફ હાલ પણ થોડા કોરોનાનો ડર છે ત્યારે કોરાનાને ધ્યાનમાં રાખીને મતદાન બુથ દીઠ મતદારોની સંખ્યા માત્ર 1 હજાર જ રાખવામાં આવશે.આ સાથે જ વધારાના બૂથ પણ બનાવવામાં આવશે.

સાહીન-