Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીની જાન્યુઆરીમાં જાહેરાત થવાની શકયતા

Social Share

દિલ્હીઃ ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દરમિયાન આગામી દિવસોમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શકયતા છે. જે માટે ચૂંટણીપંચ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસારચૂંટણી પંચ બુધવારથી ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યની મુલાકાત શરૂ કરશે. પંચનો પ્રવાસ પંજાબથી શરૂ થઈ રહ્યો છે. ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા આયોગના સભ્યો અહીં આ સંદર્ભે થનારી તૈયારીઓની તપાસ કરશે. આ પછી ચૂંટણી પંચની આગામી મુલાકાત ગોવાની હશે. મીડિયા રિપોર્ટ અનુસાર, મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા, ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને અનૂપ ચંદ્ર પાંડે આવતા અઠવાડિયે ગોવાની અને પછી ઉત્તરાખંડની મુલાકાત લે તેવી શક્યતા છે. જોકે, ચૂંટણી પંચની ઉત્તર પ્રદેશની મુલાકાતની તારીખો હજુ નક્કી કરવામાં આવી નથી.

પંચ જાન્યુઆરી 2022 સુધીમાં ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શકયતા છે. ચૂંટણી પંચે પાંચ રાજ્યોને યાદી જાહેર કરવાની તારીખ 1 જાન્યુઆરી આપી છે. કેટલાક રાજ્યોએ 1 જાન્યુઆરી સુધીમાં સુધારેલા રોલને પ્રકાશિત કરવાનું કહ્યું છે, જ્યારે ઉત્તર પ્રદેશ તેને 5 જાન્યુઆરી સુધીમાં પ્રકાશિત કરશે તેવી સંભાવના છે. સામાન્ય રીતે, પંચ ચૂંટણીની તારીખો જાહેર કરતા પહેલા સુધારેલી યાદીની રાહ જુએ છે, પરંતુ તે ફરજિયાત નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ સહિતના રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ચૂંટણીને લઈને તમામ ધ્યાન ઉત્તરપ્રદેશ ઉપર કેન્દ્રીત કર્યું છે.

(PHOTO-FILE)