Site icon Revoi.in

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઈલેકટ્રીક બસ દોડાવાશે, સરકારે આપી મંજૂરી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણને ઘટાડવા માટે સરકાર દ્વારા પરિવહન માટે ઈલેક્ટ્રીક બસ દોડવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં બીઆરટીએસની ઈ-બસ માર્ગો ઉપર દોડી રહી છે. હવે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પણ ઈલેકટ્રીક બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે ઇલેકટ્રીક બસ દોડાવાની રાજ્ય સરકારે મંજૂરી આપી છે. જેથી હાલ ટ્રાયલ બેઝ પર ઇલેકટ્રીક બસ સેવા શરૂ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પ્રથમ તબક્કામાં એક જ બસ દોડાવવામાં આવશે. આ બસમાં 20 જેટલા પ્રવાસીઓ મુસાફરી કરી શકશે. આગામી એપ્રિલ મહિનાથી ઈલેકટ્રીક બસ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. એસ ટી નિગમ દ્વારા ગાંધીનગર-અમદાવાદ વચ્ચે 30 ઇલેક્ટ્રિક બસો દોડાવાશે. ત્યાર બાદ તબક્કાવાર રાજ્યભરમાં આવી સેવા શરૂ કરવામાં આવે તેવી શકયતા છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ઈલેક્ટ્રીક બસ ટ્રાયલ બેઝ ઉપર શરૂ કરવામાં આવશે. જેથી અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પ્રવાસ કરતા પ્રવાસીઓ આ બસ સેવાનો લાભ લઈ શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા પ્રદુષમ ઘટાડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમજ લોકો ઈ-વાહન તરફ વળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા નાણાંકીય વર્ષ, 2021-22ના બજેટમાં તેની ખાસ જોગવાઇ કરીને જરૂરી નાણાં ફાળવવામાં આવશે. જોકે હાલમાં ઇલેક્ટ્રિક્લ બસની મંજૂરી સહિતની કામગીરી રાજ્ય સરકારમાં ચાલી રહી છે.