Site icon Revoi.in

દિલ્હીથી વારાણસી સુધી બનશે એલિવેટેડ ટ્રેક  – 320 કિમીની ઝપડે દોડશે ટ્રેન

Social Share

દિલ્હીઃ- દેશની રાજધાની નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીને જોડવા માટે અક એલગથી એલિવેટેડ ટ્રેક બનાવવામાં આવશે, આ ટ્રેક પર કેટલીક જગ્યાઓ પર અંડરગ્રાઉન્ડ રેલ્વે લાઈનનું નિર્માણ પણ કરવામાં આનવાર છે, આ ટ્રેક પર 320 કિલો મીટરની રફ્તારથી  ટ્રેનનું સ્ચાલન કરવામાં આવશે, આ માટે 13 ડિસેમ્બરથી હેલિકોપ્ટરના માધ્યમથી ડિટેક્શન એન્ડ રેજિંગ સર્વે શરુ કરવામાં આવશે

આ ટેકનિકના માધ્યમથી 800 કિલો મીટરનો સર્વે માત્રને માત્ર 12 અઠવાડિયામાં પુરો કરવામાં આવશે, જો કે આજ પરિક્ષણ જો માનવ થકી કરવામાં આવે તો તેને એક વર્ષ જેટલો સમય લાગી શકે છે.

આ ટ્રેક એવી રીતે બનાવવામાં આવશે કે માત્ર કાનપુર જ નહીં પરંતુ લખનૌ પણ તેની સાથે જોડાઈ શકે. આ માટે કેટલાક સ્ટેશનો પણ બનાવવામાં આવશે. ત્યારબાદ સર્વેનો રિપોર્ટ રેલ્વે મંત્રાલયને મોકલવામાં આવશે. સ્વીકૃતિ પછી, ડીપીઆર બનાવવામાં આવશે અને ટેન્ડર પ્રક્રિયા શરૂ  થશે. આ કામ રેલ્વે મંત્રાલય હેઠળ કાર્યરત સંસ્થા નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ડિટેક્શન એન્ડ રેજિંગ સર્વેઃ- લિડરલીડર તકનીક કે જે ખૂબ સટીક  સર્વે કરે છેસ તે ખાસ રીતે લેસર લાઇટ અને સેન્સર પર આધારિત હોય છે. આ તકનીકનો આ પહેલા મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર સર્વેમાં ઉપયોગ કરવામાં આવી ચૂકી છે.

આ માટે હેલિકોપ્ટરમાં અત્યાધુનિક ઉચ્ચ રીઝોલ્યુશન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લેસર ડેટા, જીપીએસ ડેટા, ફ્લાઇટ પૈરામિટર અને વાસ્તવિક ફોટોગ્રાફ્સમાંથી લેવામાં આવેલી માહિતી પર કામ કરવામાં આવે છે.

સાહિન-