Site icon Revoi.in

રાજસ્થાનના થારના રણમાં થયો ‘શત્રુનાશ’ નો અભ્યાસ : ભારતીય આર્મી અને એર ફોર્સના સૈનિકો થયા સામેલ

Social Share

રાજસ્થાન: પશ્ચિમી રાજસ્થાનના થાર રણમાં 21 નવેમ્બરે ભારતીય આર્મીના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેંજમાં ‘શત્રુનાશ’નો અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસથી સેનાની દક્ષિણ પશ્ચિમ કમાને દુર્ગમ સંયુક્ત ફાયર પાવરનો પરિચય આપ્યો. આ અભ્યાસમાં સેનાની તોપ, ટેંક અને હેલિકોપ્ટર  સિવાય વાયુ સેનાએ પણ ભાગ લીધો હતો. આ પ્રકારનો યુદ્ધ અભ્યાસ બંને સેનાઓ વચ્ચે ઉપયોગમાં લેવાતાં  બધાં જ હથિયાર અને બોમ્બમારામાં તાલમેલ બનાવવામાં સુગમતા રહે તે માટે કરવામાં આવે છે.

વાયુસેનાએ જમીની અને હવાઈ ટુકડીઓનો ઉપયોગ કરીને એકજૂટ બનીને અલગ અલગ પ્લેટફોર્મના ઉપયોગ દ્વારા આ અભ્યાસ કર્યો. આજના આધુનિક સમયમાં વપરાતી બધાં જ પ્રકારની ટેકનોલોજીને ધ્યાને રાખીને ચારેતરફ નજર રાખી અને અચાનક ઉદ્ભવતા ખતરાઓને ધ્યાને લઈને સતર્કતા દાખવતો યુદ્ધાભ્યાસ આ સેનાઓ દ્વારા કરવામાં આવ્યો.

મહાજન ફિલ્ડ ફાયરિંગ રેંજમાં ‘શત્રુનાશ’ અભ્યાસ દરમ્યાન અદ્યતન ઉપકરણો સાથે સંયુક્ત ટુકડીઓએ ભાગ લીધો, જેમાં ભીષ્મા (t-90 ટેંક), અજેયા (t-72 ટેંક), K-9 વજ્ર અને શરંગ આર્ટીગન સ્પેશ્યલ ફોર્સ, ભારતીય વાયુસેનાના આધુનિક જેટ ફાઈટર્સ અને આર્મી એવિયેશનના એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર (રુદ્ર) પણ સામેલ થયા હતા. સૈનિકોનું ઉચ્ચ કક્ષાનું પ્રશિક્ષણ અને તાલમેલના વખાણ કરતાં જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ, સપ્ત શક્તિ કમાન, લેફટનન્ટ જનરલ એ.એસ. ભીંડરે વિભિન્ન કોમ્બેટ ટુકડીઓના વખાણ કર્યા હતા.

(ફોટો: ફાઈલ)