Site icon Revoi.in

પવન ચક્કી પ્રોજેક્ટ યોજનાની પૂર્ણ થતી મુદતમાં વધારો કરવા ઉદ્યોગકારોની માગ

Social Share

અમદાવાદઃ ગુજરાત રાજય દ્વારા જાહેર કરવામાં આવેલા પવનચક્કી સ્થાપવા અંગેની પોલીસી-2016 અંતર્ગત પ્રોજેકટ કાર્યાન્વીત કરવાની છેલ્લી તા.30 જૂન, 2021 નક્કી કરવામાં આવી છે. આ મુજબ કેટલાક ઉદ્યોગકારોએ પવનચક્કી પ્રોજેકટ સ્થાપવાની જાહેરાત કરી છે. પરંતુ હાલના સંજોગોમાં સમગ્ર દેશભરમાં ચાલી રહેલ કોરોના મહામારીના કારણે અને જુદા-જુદા રાજયોમાં લાગુ પાડવામાં આવેલ લોકડાઉન જેવા કાયદાઓને કારણે આવા પ્રોજેકટો નિર્ધારીત સમયમર્યાદામાં પૂર્ણ થઇ શકે તેમ નથી. આથી પવન ચક્કી પ્રોજેક્ટ સ્થાપવાની મુદતમાં વધારો કરવાની માગ ઊઠી છે. જો કે, આ અંગે આગામી દિવસોમાં સરકાર દ્વારા ચોક્કસ નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વીજ ઉત્પાદન વધારવા માટે સરકારે પવન ચક્કી પ્રોજેક્ટ કાર્યાવિન્ત કરવા માટે આકર્ષક યોજવા અમલમાં મુકી હતી. જેને લીધે અનેક ઉદ્યોગકારોએ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પવન ચક્કી સ્થાપવાની જાહેરાત કરી હતી અને તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી.

કોરોનાના સંક્રમણને લીધે મીની લોકડાઉન જેવી સ્થિતિ સર્જાતા ઉદ્યોગકારો નિયત સમયમાં પવન ચક્કીનો પ્રોજેક્ટ સ્થાપી શકે તેમ નથી આથી આ બાબતની જાણ કરી આ પ્રોજેકટ પ્રસ્થાપિત કરવા માટેની સમય મર્યાદામાં વધારો કરવા અને તે 31 માર્ચ, 2022 સુધી પ્રોજેક્ટ પૂર્ણ કરવાની અવધી લંબાવવા અંગે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા વિદ્યુત પ્રધાન સૌરભ પટેલ તેમજ વિદ્યુત સેક્રેટરી સુનયના તોમર-આઇએએસ અને બિજલ શાહ-આઇએએસ ડાયરેકટર ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશન સમક્ષ રજુઆત કરવામાં આવી છે.