Site icon Revoi.in

સીમા પહેલા પણ પાકિસ્તાની ઈકરા પ્રેમીને પામવા માટે સરહદ પાર કરીને ભારત આવી હતી

Social Share

નવી દિલ્હીઃ ઓનલાઈન ગેમિંગથી ભારતીય યુવાનના પ્રેમમાં પાગલ બનેલી સીમા હૈદર સરહદ પાર કરીને પાકિસ્તાનથી ભારત આવી પહોંચી છે. હાલ સીમા અને સચીનની લવસ્ટોરી ચર્ચાનું કેન્દ્ર બની છે, તેમજ હવે સીમા અને સચિનની લવસ્ટોરીનું શું થશે અને સીમાને પરત પાકિસ્તાન મોકલી દેવામાં આવશે કે શું તે અંગે સવાલો ઉભા થયાં છે. બીજી તરફ સીમા પહેલી યુવતી નથી જે સરહદ પાર કરીને ભારત આવી હોય. અગાઉ પણ ઓનલાઈન લુડો રમતી વખતે ભારતીય યુવાનના પ્રેમમાં પાગલ બનેલી ઈકરા સરહદ પાર કરીને ભારત આવી હતી.

ઈકરા જીવાની નામની યુવતી સીમાની જેમ જ પાકિસ્તાનથી ભારત આવી હતી. જે હિન્દુસ્તાની પ્રેમી મુલાયમ સિંહ યાદવને પામવા માટે આવી હતી. ઈકરા-મુલાયમની લવસ્ટોરી પણ સીમા-સચિનની જેમ મળતી આવે છે. સચિન અને સીમા પબજી ગેમ રમતા-ગમતા પ્રેમમાં પડ્યાં હતા. જ્યારે ઈકરા અને મુલાયમની મુલાકાત ઓનલાઈન લુડો ગેમ રમતી વખતે થઈ હતી. સીમા અને સચિન નેપાલમાં મળ્યા અને મંદિરમાં લગ્ન કર્યાં હતા. આવી જ રીતે ઈકરા અને મુલાયમ પણ નેપાળમાં મળ્યા હતા અને મંદિરમાં લગ્ન કર્યાં હતા. સીમા-સચિન નેપાળમાં પ્રથમવાર મળ્યા બાદ પાકિસ્તાન પરત જતી રહી હતી પરંતુ ઈકરા-મુલાયમ લગ્ન કર્યા બાદ નેપાળથી બેંગ્લોર આવ્યા હતા. સીમા-સચિન તથા ઈકરા-મુલાયમ વચ્ચે મિત્રતા વર્ષ 2020માં થઈ હતી અને મુલાકાત બાદ મિત્રતા અને પ્રેમસંબંધ બંધાયાં હતા. સચિન-સીમા પ્રથમવાર નેપાળમાં વર્ષ 2023માં મળ્યાં હતા. જ્યારે ઈકરા-મુલાયમની પ્રથમ મુલાકાત સપ્ટેમ્બર 2022માં થઈ હતી.

સીમા પોતાનું ઘર-જમીન અને દાગીના વેચીને સચિનને મળવા પહોંચી જતી. જ્યારે ઈકરા દાગીના વેચીને તથા મિત્રો પાસેથી ઉધાર નાણા મેળવીને નેપાળ આવી હતી. બંને કેસમાં કપલ છુપાઈને ભાડાના મકાનમાં રહેતા હતા. ઈકરા પ્રકરણમાં જાન્યુઆરી 2023માં બેંગ્લોર પોલીસને પાકિસ્તાનમાં કેટલાક વોટ્સએપ કોલ મામલે ગુપ્તચર માહિતી મળી હતી. જેથી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો, જેમાં ઈકરાથી રવા યાદવ બનેલી યુવતી ક્યારેક-ક્યારે પોતાના પિતા તથા માતા સાથે વાત કરતી હોવાનું ખૂલ્યું હતું. જેથી ઈકરા અને મુલાયતની જીંદગીમાં નવો વળાંક આવ્યો હતો.

23મી જાન્યુઆરી 2023માં બેંગ્લોર પોલીસે ઈકરા ભારતમાં ગેરકાયદે રીતે આવ્યાનું ખૂલતા તેની અટકાય કરી હતી. તેમજ મુલાયમની પણ અટકાયત કરાઈ હતી. એટલું જ નહીં 19મી ફેબ્રુઆરીના રોજ ઈકરાને ભારત-પાકિસ્તાન સરહદ ઉપર ઈમિગ્રેશન અધિકારીઓને સોંપી હતી. જે બાદ તેને પાકિસ્તાન મોકલી દેવામાં આવી હતી. ડિપોર્ટ કરતા પહેલા 19 વર્ષની ઈકરાને બેંગ્લોર સ્થિત વિમેન હોમમાં રાખવામાં આવી હતી. એક મહિના સુધી તેને અહીં રાખવામાં આવી હતી. આ દરમિયાન ઈકરા ભારતમાં જ પોતાના પતિ સાથે જ રહેવાનું સતત રટણ કરતી હતી. તેમજ પાકિસ્તાન નહીં માંગલવા માટે પણ વિનંતી કરતી હતી. સીમા પણ હાલ પતિ સચીન સાથે જ ભારતમાં રહેવા માટે પાકિસ્તાન નહીં મોકલવા માટે સતત વિનંતી કરી રહી છે. જો કે, આ કેસમાં આગામી દિવસોમાં શું થાય છે તે જોવાનું રહ્યું, બીજી તરફ ઈકરા કેસમાં હજુ પણ મુલાયમ યાદવ કોર્ટના ધક્કા ખાઈ રહ્યો છે.