- કસરત કરવાના છે અનેક ફાયદા
- બીમારીઓથી બચવા માટે છે મદદરૂપ
- શરીરને તંદુરસ્ત રાખવા માટે છે ઉપયોગી
કસરત કરવાથી શરીરને અનેક રીતે ફાયદા થાય છે તે વાતથી લગભગ કોઈ અજાણ હશે નહી. આ વાતને તમામ લોકો દ્વારા કહેવામાં આવે છે કે કસરત કરવાથી તંદુરસ્તી પણ જળવાયેલી રહે છે અને શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી પણ થતી નથી. જો વાત કરવામાં આવે કસરતથી થતા ફાયદાની તો કસરત કરવાથી ફક્ત હૃદય અને ફેફસાને જ તંદુરસ્ત બનાવી શકાય છે એટલું જ નહીં પણ સામાન્ય શારીરિક ગતિવિધિઓ કરવાથી મગજ, હાડકા, માંસપેશીઓને મજબૂત બનાવવાની સાથે મૂડ પણ સારો બનાવી શકાય છે.
સૌથી મોટો ફાયદો કસરતનો એ છે કે તેનાથી લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે અને યાદશક્તિ અને શીખવાની ક્ષમતા પણ વધે છે. દરેક વ્યક્તિના જીવનમાં 30 વર્ષની ઉંમરમાં હાડકાનું નિર્માણ ઓછું થઈ જાય છ પણ એક્સરસાઇઝ કરવાથી હાડકાનું ઘનત્વ વધે છે. આકાર ઠોસ થાય છે અને હાડકાને કમજોર કરનારી બીમારી ઓસ્ટીયોપોરોસીસ અટકે છે.
ઉંમર વધવાની સાથે માંસપેશીઓ કમજોર બને છે. તેની તાકાત ઘટે છે. વેઈટલીફટિંગ જેવી ટ્રેનિંગ આ ઘટાડાને રોકવામાં મોટી મદદ કરે છે. જેનાથી કુકિંગ, સફાઈ અને દાદરા ચડવા જેવી રોજિંદી ક્રિયાઓ સામાન્ય થઈ જાય છે. બીમારીઓ દૂર ભાગે છે.
શરીરના જરૂરી તત્વ ડીએનએના રેશાનું કવચ ટેલોમેરેસ છે. તેની લંબાઈ ઉંમર વધવાની સાથે ઘટે છે. ટેલોમેરેસની લંબાઈનો સીધો સંબંધ બ્લડપ્રેશર, બ્રેન સ્ટ્રોક અને હૃદયની બીમારી સાથે છે. શારીરિક ગતિવિધીઓનો સંબંધ ટેલોમરસની લંબાઈ સાથે છે. ટેલોમરસની લંબાઈ વધારે ઉંમર સાથે જોડાયેલી બીમારીઓના ખતરાને ઓછું કરે છે.