Site icon Revoi.in

મહારાષ્ટ્રની શિંદે સરકારનું વિસ્તરણ, NCPમાંથી આવેલા ધારાસભ્યોને સોંપાઈ મહત્વની જવાબદારી

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રમાં અજીત પવાર એનસીપીના વડા શરદ પવાર સામે બળવો કરીને સમર્થકો સાથે એકનાથ શિંદે સરકારમાં જોડાયાં હતા. જે બાદ સરકારમાં મંત્રી મંડળના વિસ્તરણને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી. જેનો આજે અંત આવ્યો છે. આજે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. તેમજ અજીત પવાર સાથે આવેલા એનસીપીના ધારાસભ્યોને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

ડેપ્યુટી સીએમ અજિત પવારને નાણા અને આયોજન, છગન ભુજબલને ફૂડ સિવિલ સપ્લાય, દિલીપ વાલ્સે પાટીલને સહકારી મંત્રી અને હસન મુશ્રીફને તબીબી શિક્ષણ વિભાગ મળ્યું છે. આ સિવાય ધર્મરાવ બાબા આત્રામને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, અદિતિ તટકરેને મહિલા અને બાળ વિકાસ, સંજય બનસોડેને રમતગમત અને યુવા મંત્રાલય તથા ધનંજય મુંડેને કૃષિ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે, અનિલ પાટીલને પુનર્વસનની મદદ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસે  સામાન્ય વહીવટ, શહેરી વિકાસ, પરિવહન વિભાગ, સામાજિક ન્યાય, જળવાયુ પરિવર્તન અને ખાણ વિભાગની જવાબદારી છે.

એકનાથ શિંદેએ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની મદદથી ભાજપ સાથે મળીને એકાદ વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી. દરમિયાન તાજેતરમાં જ અજીત પવાર પણ કાકા શરદ પવારનો સાથ થોડીને સમર્થકો સાથે શિંદેની આગેવાનીવાળી શિવસેના અને ભાજપની ગઠબંધનવાળી સરકારમાં જોડાયાં હતા. એટલું જ નહીં અજીત પવારને નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી.