Site icon Revoi.in

કોરોનાને લઈને જાણકારોની ભવિષ્યવાણી, વાયરસના નવા સ્વરૂપ વિશે કહી મોટી વાત

Social Share

અમદાવાદ: કોરોના વાયરસ અત્યારે તમામ દેશો માટે એક એવો ચિંતાનો વિષય બની ગયો છે કે તમામ દેશો વિચારી રહ્યા છે કે, કોરોના વાયરસની મહામારી ક્યાંરે જાય. જો વાત કરવામાં આવે જાણકારોની તો જાણકારોએ અત્યાર સુધી એટલીવાર સંભાવનાઓ વ્યક્ત કરી છે કે, તેને લઈને પણ લોકો ચિંતામાં છે, આવા સમયમાં હવે જાણકારો દ્વારા ફરીવાર એવી વાત કરવામાં આવી છે જેને લઈને લોકોની ચિંતામાં વધારો થઈ શકે તેમ છે.

દિલ્હીની એલએનજેપી હોસ્પિટલના ડિરેક્ટર સુરેશ કુમારે જણાવ્યું કે,કોરોનાના થોડા ઘણા કેસો તો આવતા રહેશે. શૂન્ય એક અસંભવ આંકડો છે. વાયરસ સ્વરુપ બદલી રહ્યો છે તેથી ભવિષ્યમાં તેના વ્યવહારનું અનુમાન લગાડવું મુશ્કેલ છે.

ફરીદાબાદ અમૃતા હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડો. સંજીવ સિંહે જણાવ્યું કે આ એક એમઆરએનએ વાયરસ છે જે સતત પોતાનું બંધારણ બદલી રહ્યો છે. આ વાયરસ સ્માર્ટ છે અને જીવવા માટે સતત પોતાનું રુપ બદલી રહ્યો છે.

આઈવીએફ નિષ્ણાંત ડો. ગૌરી અગ્રવાલે જણાવ્યું કે, સંપૂર્ણ રીતે વાયરસનો ખાતમો થવો અસંભવ છે. 12-24 મહિનામાં કોરોના સ્થાનિક મહામારીમાં બદલાઈ જશે. અને સાથે કાનપુર આઈઆઈટીની ટીમના વૈજ્ઞાનિકોમાં સામેલ પ્રોફેસર મનિંદર અગ્રવાલે કહ્યું કે અમે કોરોનાની ત્રીજી લહેર અંગે ત્રણ સંભવિત સ્થિતિઓની ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે ત્રીજી લહેર ઘણી નાની હોઈ શકે. તે નબળી પણ હોઈ શકે. જો કોઈ ઝડપી ગતિએ ફેલનાર મ્યુટેંટ ન રહ્યો તો તે નબળી રહેશે. પરંતુ જો વાયરસનું કોઈ સ્વરુપ ઝડપથી ફેલાશે તો ત્રીજી લહેર પહેલી લહેર જેવી હશે.

કોરોનાથી અત્યાર સુધીમાં કરોડો લોકો સંક્રમિત થયા છે અને લાખોની સંખ્યામાં લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. કોરોના મહામારીની અસર જોઈએ તો તમામ દેશોના અર્થતંત્ર પર પણ પડી છે અને કેટલાક ગરીબ દેશોની હાલત તો વધારે કફોડી બની છે.