Site icon Revoi.in

ભારતમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં નિકાસમાં 16.2 ટકાનો વધારો

Social Share

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે દેશના આર્થિક તંત્રને અસર થઈ હતી. તેમજ લોકડાઉનના કારણે વેપાર-ઉદ્યોગને અસર થઈ હતી. હવે અનલોકમાં અર્થતંત્ર ફરી પાટે પડી રહ્યું છે. દરમિયાન જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં નિકાસમાં 16.2 ટકાનો વધારો થયો છે. જ્યારે આયાતમાં પણ 1.1 ટકાનો વધારો થયો છે.

વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોના મહામારી અને લોકડાઉનના કારણે દેશમાંથી થતી નિકાસ ખોરવાઇ જવા પામી છે. લોકડાઉન પછીના માસમાં નિકાસમાં ઘટાડો થયા બાદ સપ્ટેમ્બર મહિનામાં 7 ટકાનો સુધારો નોંધાયો હતો. જો કે, બે સપ્તાહમાં પણ નિકાસમાં ઘટાડો નોંધાયો હતો. જો કે, અનલોકમાં વેપાર-ધંધા ફરીથી ધમધમતા થયા છે. જેથી નિકાસમાં પણ દારો થયો છે. વર્ષ 2021ના પ્રથમ સપ્તાહમાં જ નિકાસમાં વધારો થયો છે. એન્જીનીયરીંગ ગુડ્ઝની નિકાસમાં અંદાજે 50 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત પેટ્રોલીયમ પ્રોડક્ટસની નિકાસ 17.3 ટકા વધી છે.

જો કે, શ્રમિકો આધારિત હોય તેવા ક્ષેત્રોની નિકાસ હજુ પણ ખોરવાયેલી છે. જેમ કે ગારમેન્ટની નિકાસમાં 26 ટકા અને યાર્નની નિકાસમાં 22 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઓર્ગેનિક અને ઈનઓર્ગોનેક પ્રોડક્ટસની નિકાસમાં 5.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.