Site icon Revoi.in

બિલાવલને આતંકી ઈન્ડસ્ટ્રીના પ્રવક્તા ગણાવતા વિદેશ મંત્રી એસ.જયશંકર

Social Share

નવી દિલ્હીઃ ગોવામાં આયોજીત એસસીઓના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પણ ભારત આવ્યાં છે. આજેસવારે એસસીઓની બેઠક પૂર્વે એસ.જયશંકરએ બિલાવલનું સ્વાગત કર્યું હતું બેઠક બાદ વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાનના વિદેશ મંત્રી ભુટ્ટો ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

દરમિયાન તેમણે ભુટ્ટોને આતંકવાદ ઉદ્યોગના પ્રમોટર અને પ્રવક્તા કહ્યાં હતા. તેમજકહ્યું હતું કે, આતંકના પીડિત અને કાવતરાખોર એક સાથે બેસીને વાતચીત કરી શકે નહીં. વિદેશ મંત્રી એક.જયશંકરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, એસસીઓ બેઠકમાં બિલાવલ સાથે વિદેશ મંત્રી તરીકે વર્તન કરવામાં આવ્યું છે. પરંતુ તેઓ આતંકી ઈન્ડસ્ટ્રીના પ્રવક્તા છે. પાકિસ્તાનની કોઈ પણ વાત ઉપર ભરોસો કરી શકાય નહીં. દરમિયાન મીડિયાએ પૂછ્યું હતું કે, બિલાવલ ભુટ્ટોએ આતંકવાદ મુદ્દે ભારત સાથે મળીને કામ કરવાની વાત કરી છે. તે અંગે એસ.જયશંકરે કહ્યું કે, તેઓ આતંકવાદી ઈન્ડસ્ટ્રીના પ્રવક્તા છે, અહીં આવીને તેમણે બે મોઢાવાળી વાતો કરવાની જરુર નથી. આતંકવાદ મુદ્દે અમે તમામ ગુસ્સામાં છીએ. પાકિસ્તાનની વિશ્વસનીયતા તેના ઘટતા વિદેશી મુદ્રા ભંડારની સરખામણીએ વધારે ઝડપથી ઘટી રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાનને જી-20 સાથે કોઈ લેવા-દેવા નથી. તેમને શ્રીનગર અને કાશ્મીર સાથે પણ કોઈ લેવા દેવા નથી. પાકિસ્તાને તો એ બચાવવું જોઈએ કે, પીઓકેમાં ગેરકાયદે કરેલો કબજો ખ્યારે ખાલી કરે છે. જમ્મુ-કાશ્મીર ભારતનું હતું અને હંમેશા રહેશે. હવે આર્ટિકલ 370 હટવો ઈતિહાસ બની ગયો છે, આ તેઓ જેટલુ જલ્દી સમજી લે તે તેમના માટે વધારે સારુ છે.