Site icon Revoi.in

વિદેશમંત્રી એસ જયશંકર આજથી ત્રણ દિવસીય કુવૈતની મુલાકાતે, પીએમ મોદી દ્વારા લખાયેલ પત્ર પણ સાથે લઇ જશે

Social Share

દિલ્હી : દ્વિપક્ષીય સંબંધોને આગળ ધપાવવા માટેના માર્ગની શોધખોળ માટે બુધવારે એટલે કે આજે વિદેશમંત્રી એસ જયશંકર કુવૈત જઈ રહ્યા છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કુવૈતી અમીર શેખ નવાફ અલ-અહમદ અલ- સબા માટે લખેલો પત્ર પણ લઇ જશે.વિદેશમંત્રી તરીકે જયશંકરની કુવૈતની આ પહેલી મુલાકાત હશે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, વિદેશમંત્રી એસ.જયશંકર,કુવૈતના વિદેશમંત્રી અને કેબીનેટ મામલોના રાજ્ય મંત્રી,શેખ અહેમદ નાસિર અલ-મોહમ્મદ અલ-સબાના આમંત્રણ પર 9-11 જૂનના રોજ કુવૈતનો પ્રવાસ કરશે.અને યાત્રા દરમિયાન તે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજશે અને કુવૈતમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.

જયશંકર વડાપ્રધાન તરફથી કુવૈતના અમીરને લખેલ અંગત પત્ર પણ સાથે લઇ જશે. આ મુલાકાત બંને દેશો દ્વારા ઉર્જા,વ્યાપાર,નિવેશ,જનશક્તિ, શ્રમ અને સુચના પ્રોદ્યોગિક જેવા ક્ષેત્રોમાં સંબંધો મજબૂત કરવા માટે એક રૂપરેખા તૈયાર કરવા માટે એક સંયુક્ત મંત્રી સ્તરીય આયોગ સ્થાપિત કરવાના નિર્ણય લીધા બાદ લગભગ ત્રણ મહિના પછી આવી છે.

કુવૈતના વિદેશમંત્રી શેખ અહમદ નાસિર અલ-મોહમ્મદ અલ-સબા માર્ચ મહિનામાં ભારતની મુલાકાતે આવ્યા હતા, જે દરમિયાન બંને પક્ષોએ સંયુક્ત કમિશન બનાવવાનું નક્કી કર્યું હતું, વર્ષ 2021-22માં ભારત અને કુવૈત વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિતની 60 મી વર્ષગાંઠ છે. કુવૈતમાં લગભગ દસ લાખ ભારતીય રહે છે. ભારત કુવૈતના સૌથી મોટા વેપારી ભાગીદારોમાંનો એક છે અને અખાત દેશને તેલનો મોટો સપ્લાયર છે.

Exit mobile version