Site icon Revoi.in

વિદેશ મંત્રી એસ.જયશંકર કઝાકિસ્તાન,કિર્ગિસ્તાન અને આર્મેનિયાની લેશે મુલાકાત,આજથી 4 દિવસનો પ્રવાસ શરૂ

Social Share

દિલ્હી:વિદેશ મંત્રી એસ.જયશંકર 10 થી 13 ઓક્ટોબર દરમિયાન કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન અને આર્મેનિયાની સત્તાવાર મુલાકાત કરશે.આ ત્રણ દેશોની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી દ્વિપક્ષીય સંબંધો અંગેના વિચારો શેર કરશે.એસ જયશંકર 10-11 ઓક્ટોબરે કિર્ગિઝ ગણરાજ્યમાં હશે.વિદેશ મંત્રી તરીકે કિર્ગિસ્તાનની આ તેમની પ્રથમ મુલાકાત હશે.ત્યાં કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિને મળવા ઉપરાંત તેઓ કિર્ગિસ્તાનના વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.તો, મુલાકાત દરમિયાન કેટલાક કરારો પર હસ્તાક્ષર થવાની પણ શક્યતા છે.વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં આ અંગે માહિતી આપી.

વિદેશ મંત્રી એસ.જયશંકર 10-11 ઓક્ટોબરે કિર્ગિઝ ગણરાજ્યમાં હશે. જે બાદ તેઓ સોમવારે કઝાકિસ્તાન જવા રવાના થશે. આ પછી તે 12-13 ઓક્ટોબરે આર્મેનિયાની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે,આ મુલાકાત ત્રણ દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરવાની તેમજ આ ક્ષેત્રના વિકાસ અંગેના વિચારો શેર કરવાની તક પૂરી પાડશે.

ત્યારબાદ 11-12 ઓક્ટોબર સુધી, તે નુર-સુલતાનમાં એશિયામાં વાતચીત અને આત્મવિશ્વાસ નિર્માણના પગલાંની છઠી મંત્રી સભામાં ભાગ લેવા માટે કઝાકિસ્તાનમાં રહેશે.કઝાકિસ્તાન CICA ફોરમના વર્તમાન પ્રમુખ અને આરંભ કરનાર છે. ત્યાં વિદેશ મંત્રી કઝાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય વાતચીત કરવા અને કઝાખ નેતૃત્વને મળે તેવી અપેક્ષા છે.

વિદેશમંત્રી 12-13 ઓક્ટોબરે આર્મેનિયાની મુલાકાત લેશે. ભારતીય વિદેશ મંત્રીની સ્વતંત્ર આર્મેનિયાની આ પ્રથમ મુલાકાત હશે. તેઓ તેમના આર્મેનિયન સમકક્ષ સાથે બેઠક કરશે તેમજ વડાપ્રધાન અને આર્મેનિયાની રાષ્ટ્રીય સભાના અધ્યક્ષને મળશે.આ મુલાકાત ત્રણેય દેશો સાથેના અમારા દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરવાની સાથે સાથે આ ક્ષેત્રના વિકાસ અંગેના મંતવ્યો શેર કરવાની તક પૂરી પાડશે.

Exit mobile version