અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો ત્રીજો કાળ પણ સમાપ્ત થવાને આરે છે.હવે માત્ર ખૂબજ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે લગભગ તમામ નિયંત્રણો ઉઠાવી લીધા છે. તેથી જનજીવન પણ ધબકતું બની ગયું છે. જહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબની બની ગઈ છે. જેમાં એસટીને સોરોએવો ટ્રાફિક મળી રહ્યો છે. હોળી અને ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને એસટી નિગમે એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્યણ લીધો છે.
રાજ્યમાં કોઈ પણ મોટો તહેવાર આવે ત્યારે મૂળ શહેરની બહારના નાગરિકો પોતાના માદરે વતનમાં પર્વ ઊજવવાનું પસંદ કરતા હોય છે. કોરોનાના ત્રણ વર્ષ બાદ હોળી ધુળટીના તહેવારો પર ST વિભાગની બસોમાં ટ્રાફિક જોવા મળશે. રાજકોટ ડિવિઝન દ્વારા હોળી ધુળટીના તહેવાર નિમિતે વધારાની 300 બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે. 8 માર્ચથી 16 માર્ચ સુધી વધારાની 300 બસો રાજકોટ બસ સ્ટેન્ડમાંથી દોડાવવામાં આવશે. જ્યારે દાહોદ ગોધરા માટે સ્પે. 200 બસો મૂકવામાં આવશે. શ્રમજીવી લોકોને વતન જવા માટે રાજકોટ બસ સ્ટેન્ડ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
અમદાવાદ રાજકોટ સહિત મહાનગરોમાં ગોધરા અને દાહોદ વિસ્તારના અનેક શ્રમજીવો સ્થાયી થયા છે. આદિવાસી લોકોમાં હોળી અને ધૂળેટી પર્વનું વિશેષ મહાત્મ્ય છે. એટલે આ પર્વમાં મોટાભાગના શ્રમજીવીઓ પોતાના માદરે વતનની વાટ પકડતા હોય છે. આથી ST સ્ટેન્ડ પર મોટા પાયે ભીડ જોવા મળી રહી છે. 08 માર્ચથી 16 માર્ચ સુધી હોળીના આગલા દિવસોએ રાજકોટથી વધુ 300 જેટલી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. દાહોદ, ગોધરા, પંચમહાલ, ડાંગ, તાપી અને નર્મદા જેવા વિસ્તારોમાં જવા માટે ખાસ બસો દોડાવાશે.