Site icon Revoi.in

જાણીતા ગીતકાર પ્રફુલ કરનું 83 વર્ષની વયે નિધન- પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

Social Share

મુંબઈઃ દેશના જાણીતા ગીતકાર, સંગીત નિર્દેશક અને ગાયક પ્રફુલ કરનું વિતેલા દિવસને 17 એપ્રિલ, રવિવારની રાતે અવસાન થયું હતું. જાણીતા ગીતકારનું 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે તેમને ઘણી વખત સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને 2004માં જયદેવ એવોર્ડ અને 2015માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. પ્રફુલકરે 70 ઉડિયા અને 4 બંગાળી ફિલ્મોમાં ગીતો ગાયા. પ્રફુલ કરના પરિવારની જો વાત કરીએ તો તેમની પત્ની મનોરમા અને ત્રણ બાળકો છે.

ઉલ્લેખનીય છે કે પ્રફુલકર ઉડિયા સંગીત ઉદ્યોગમાં જાણીતું નામ હતું. તેમના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલલ છવાયેલો જોવા મળે છે. તેમના નિધનને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે.ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને ટ્વીટ કર્યું હતું કે, “વિખ્યાત સંગીતકાર પ્રફુલ કારના નિધન વિશે જાણીને મને ખૂબ જ દુઃખ થયું છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે , “શ્રી પ્રફુલ્લ કરજીના નિધનથી હું દુખી છું, તેમણે ઉડિયા સંસ્કૃતિ અને સંગીતમાં અનેક મહત્વના યોગદાન માટે યાદ કરવામાં આવશે,તેમણે જૂદા જૂદા અભિનયમાં ઢળી જવાના આશિર્વાદ મળ્યા હતા અને તેમની રચનાત્મકતા તેમના કાર્યોમાં સાફ રીતે જોઈ શકાય છે તેમના પરિવાર  અને પ્રસંશકોને મારી સંવેદના ,ઓમ શાંતિ”

Exit mobile version