Site icon Revoi.in

કોરોનાના કેસ વધતા સુપ્રસિદ્ધ મંદિરો દ્વારકાધિશ, અંબાજી, બહુચરાજી દર્શનાર્થીઓ માટે સપ્તાહ સુધી બંધ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના વધતા જતાં સંક્રમણને રોકવા માટે દર્શનાર્થીઓ માટે મંદિરો પણ બંધ કરવાની ફરજ પડી રહી છે. જેમાં દ્વારકાધિશ, અંબાજી, શામળાજી, બહુચરાજી સહિત સહિત મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.

જગત મંદિર એવા દ્વારકાધિશના મંદિરમાં પ્રતિદિન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે. અને જ્યારે કોરોના મહામારીની ત્રીજી લહેર આવી રહી હોય, ત્યારે ભક્તોમાં સંક્રમણનો ભય વધારે રહે છે. જેના કારણે દેવભૂમિ દ્વારકા કલેકટર દ્વારા જગતમંદિરના દ્વાર ભક્તો માટે ફરી એક વખત બંધ કરવાનો નિર્ણય કરાયો છે. દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેકટર દ્વારા જગત મંદિરના દ્વાર આવતીકાલ તારીખ. 17.01.22 થી લઇને તા.23.01.22 સુધી બંધ કરવાનો નિર્ણ લેવાયો છે. પરંતુ જગત મંદિર અંદર ભગવાનનો નિત્યક્રમ રાબેતા મુજબ કરવામાં આવશે. અને તેનું લાઈવ પ્રસારણ જગત મંદિરની વેબસાઇટ ઉપરથી ભક્તો નિહાળી શકશે.

આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં આવેલા યાત્રાધામ બહુચરાજી મંદિર આવતી કાલથી 22 તારીખ સુધી બંધ કરવામાં આવશે. આવતીકાલે પૂનમ હોવાથી મોટી સંખ્યામાં યાત્રિકો મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે. યાત્રિકોની ભીડ થવાથી કોરોનાનું સંક્રમણ અટકાવવા હાલમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 22 તારીખ સુધી મંદિર બંધ રાખવામાં આવશે ત્યારે છ દિવસ દરમિયાન મંદિરના મુખ્ય દરવાજા ભક્તો માટે બંધ રહેશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ 51 શક્તિપીઠ અંબાજી મંદિર કોરોના સંક્રમણ લઈ 15 જાન્યુઆરી 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર ગબ્બર શક્તિપીઠ સહિત અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત મંદિરો બંધ કરવા નિર્ણય લેવાયો છે.વ્યવસ્થાપક સમિતિ દ્વારા અંબાજી મંદિર ગબ્બર મંદિર 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગના મંદિરો ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો 15 જાન્યુઆરી 2022 થી 22 જાન્યુઆરી 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોનાનું સંક્રમણ વધતા સરકારની ગાઈડલાઈન મુજબ શ્રી શામળાજી વિષ્ણુ મંદિર તારીખ 17ને સોમવારના પોષી પૂનમના દિવસે ભક્તોજનો માટે બંધ રહેશે. તેમજ દર શનિ અને રવિવારના દિવસોએ વલસાડના સુપ્રસિધ્ધ મંદિર બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે .જો કે સોમથી શુક્રવારના દિવસોમાં દર્શનાર્થીઓ માટે મંદિરો ખુલ્લા રહેશે.