Site icon Revoi.in

દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડને આઈએસઆઈ નિશાન બનાવે તેવી શકયતા

Social Share

દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાની વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. સરકારના વિરોધમાં ખેડૂતોની પ્રજાસત્તાક પર્વ પર દિલ્હીમાં ટ્રેકટર પરેડ યોજાવાની છે. જેને પાકિસ્તાનની એજન્સી આઈએસઆઈ અને ખાલિસ્તાન સંગઠનો નિશાન બનાવીને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે તેવા અહેવાલ સામે આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ખેડૂતો દિલ્હીમાં કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. તેમજ મોટી સંખ્યામાં દેશભરમાં ખેડૂતોએ દિલ્હીમાં ધામા નાખ્યાં છે. દરમિયાન પ્રજાસત્તાક પર્વને લઈને ખેડૂતો દ્વારા ટ્રેકટર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે કહ્યું હતું કે ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં અશાંતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી પાકિસ્તાનમાં 300 ટ્વિટર હેન્ડલ સક્રિય થયા છે. બીજી તરફ અશાંતિ ફેલાવવાના ઈરાદે આઈએસઆઈ અને ખાલિસ્તાન સમર્થક સંગઠનો ટ્રેકટર પરેડને નિશાન બનાવે તેવી શકયતા છે. આ સિવાય પ્રતિબંધિત ખાલિસ્તાની સમર્થક સંગઠન દ્વારા પણ દિલ્હીની વીજળી કાપવાની ધમકી આપવામાં આવી છે. ગુપ્તચર તંત્રના અહેવાલને પગલે દિલ્હી પોલીસ સતર્ક બની છે. તેમજ દિલ્હીમાં ચુસ્ત પોલીસ બંદબોસ્ત ગોઠવવામાં આવ્યો છે.