Site icon Revoi.in

રાજકોટ: ડુપ્લીકેટ તમાકુ બનાવતું મીની કારખાનું જસદણમાં ઝડપાયું, પિતા-પુત્રની ધરપકડ

Social Share

રાજકોટ: જસદણના આટકોટ રોડ પર જાણીતી કંપનીના નામે નકલી તમાકુ બનાવતા મીની કારખાના પર સ્થાનીક પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પિતા-પુત્રની ધરપકડ કરી હતી. બન્ને શખ્સો ડુપ્લીકેટ 138 તમાકું બનાવી માનવ શરીરને નુકસાન પહોંચાડે તેવી વસ્તુઓનુ વેચાણ કરતા હતા.

ડુપ્લીકેટ તમાકુંના તૈયાર પાઉચ, ડુપ્લીકેટ રોલ, ડુપ્લીકેટ સુગંધિત તમાકું, તમાકુંનું પ્લાસ્ટિક, તમાકું પેકિંગ કરવાનું ઈલેક્ટ્રીક ઓટોમેટીક મશીન અને ઈલેક્ટ્રીક વજન કાંટો સહિત રૂ.1.45 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલ, પિતા-પુત્રની ધરપકડ કરી જસદણ પોલીસે બન્નેની પુછપરછ આરંભી વધુ તપાસ હાથ ધરી છે.

જો કે ઉલ્લેખનીય છે કે તમાકુંના સેવનથી સ્વાસ્થ્ય તો જોખમાય જ છે પરંતુ ઓછી ગુણવત્તાવાળા તમાકું અથવા નકલી તમાકું પણ સ્વાસ્થ્યને અલગ રીતે નુક્સાન કરી શકે છે. દરેક પાન-ગલ્લા પર જાહેરાત કરવામાં આવે છે કે તમાકુંના સેવનથી કર્કરોગ થાય છે તો પણ લોકો દ્વારા તેનું સેવન કરવામાં આવતું હોય છે.