Site icon Revoi.in

કૌન બનેગા કરોડપતિમાં ભાગ લઈ ચૂકેલા મહિલા મામતલદારની ધરપકડ, જાણો કારણ

કૌન બનેગા કરોડપતિમાં ભાગ લઈ ચૂકેલા મહિલા મામતલદાર

કૌન બનેગા કરોડપતિમાં ભાગ લઈ ચૂકેલા મહિલા મામતલદાર

Social Share

ગ્વાલિયર, 27 માર્ચ, 2026: કૌન બનેગા કરોડપતિમાં ભાગ લઈ ચૂકેલા મહિલા મામતલદારની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ ચોંકાવનારો કિસ્સો મધ્ય પ્રદેશમાંનો છે. અહીંના એક મહિલા મામલતદારની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આરોપી મામલતદાર લોકપ્રિય ટેલિવિઝન કાર્યક્રમ ‘કોણ બનેગા કરોડપતિ’ (KBC) માં સ્પર્ધક તરીકે પણ ભાગ લઈ ચૂક્યા છે અને આ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી છે.

આ મહિલા મામલતદાર પર 2.5 કરોડ રૂપિયાના પૂર રાહત ‘કૌભાંડ’નો આરોપ છે. હાલમાં આરોપી મહિલા મામલતદારની ધરપકડ કરી લેવામાં આવી છે અને મામલાની તપાસ ચાલી રહી છે.

2.5 કરોડના કૌભાંડનો આરોપ

પ્રાપ્ત માહિતી મુજબ, આ કૌભાંડમાં કથિત સંડોવણીના આરોપમાં મહિલા મામલતદારની ગુરુવારે મધ્ય પ્રદેશના ગ્વાલિયરથી ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે અમૃતા સિંહ તોમરની વર્ષ 2021 માં બરોડા તાલુકા થયેલા ‘કૌભાંડ’ના સિલસિલામાં ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અદાલતમાં રજૂ કર્યા બાદ અમૃતા સિંહ તોમરને શિવપુરીની જેલમાં રાખવામાં આવ્યા છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે અમૃતા સિંહ તોમરે ‘કોણ બનેગા કરોડપતિ’માં સ્પર્ધક તરીકે 50 લાખ રૂપિયા જીત્યા હતા.

જુનિયર એન્જિનિયરની ધરપકડ

આ જ પ્રકારના એક અન્ય કિસ્સામાં મિર્ઝાપુર જિલ્લામાંથી એક જુનિયર એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી છે. અહીં દેહાત કોતવાલી વિસ્તારમાં ભ્રષ્ટાચાર વિરોધી દળે (Anti-Corruption Team) બુધવારે 1 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં જુનિયર એન્જિનિયરની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ભ્રષ્ટાચાર વિરોધી દળે સિંચાઈ વિભાગના બાણસાગર પ્રોજેક્ટમાં કાર્યરત જુનિયર એન્જિનિયર મુસાફિર સિંહ યાદવને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા કામનું બિલ મંજૂર કરવાના બદલામાં 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. આ મામલે આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Exit mobile version