Site icon Revoi.in

 કોઈ પણ ખેલાડી વિજેતા બને છે ત્યારે મેડલને શા માટે દાંતમાં ચાવે છે,જાણો આ રસપ્રદ વાત

Social Share

ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની દરેક માટે ગર્વની ક્ષણ હોય છે. ઘણા બધા ખેલાડીઓને તમે જોયા હશે કે રમતમાં જીત્યા પછી મેળવેલા મેડલને તેમના દાંત વડે દાબે છે,કે બે દાંત વડે ચાવે છે.જો કે તમને વિચાર્યું છે કે શા કારણે ખેલાડી મેડલને બન્ને દાંત વચ્ચે દબાવે છે?

સ્પર્ધા જીતનાર ખેલાડીને મેડલ આપવામાં આવે છે. કોઈપણ રમતમાં પ્રથમ સ્થાન મેળવનાર ખેલાડીને ગોલ્ડ મેડલ, બીજા નંબરના ખેલાડીને સિલ્વર મેડલ અને ત્રીજા સ્થાને આવનાર ખેલાડીને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે. ચાલો હવે જાણીએ કે ખેલાડીઓ ઓલિમ્પિક કે અન્ય કોઈ સ્પર્ધામાં મેળવેલા મેડલને શા માટે દાંતમાં બાબે છે.ફોટોગ્રાફર્સ ખેલાડીઓને આવું કરવા માટે કહે છે. એક રિપોર્ટ અનુસાર આ પ્રથા ઘણા સમયથી ચાલી રહી છે.

જો કે વર્તમાન સમયમાં ફોટોગ્રાફર્સ ઓલિમ્પિક વિજેતાઓને આવા ફોટા લેવાનું કહે છે. અખબારો અને મેગેઝિનોમાં આવા ફોટા અલગ-અલગ એન્ગલથી જોવા મળે છે, જે લોકોને ખૂબ જ પસંદ આવે છે. ખેલાડીઓ ફોટોગ્રાફરના કહેવા પર આવા ફોટા પડાવી લે છે, પરંતુ આ પ્રથા ક્યારે અને શા માટે શરૂ થઈ તે જાણી શકાયું નથી.

એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 1800 દરમિયાન કેલિફોર્નિયામાં ગોલ્ડ મેડલ દાંતમાં દબાવાની પ્રથા હતી, કારણ કે તે જોવામાં આવતું હતું કે મેડલ અસલી છે કે નકલી. એવું કહેવાય છે કે શુદ્ધ સોનાથી બનેલો મેડલ છેલ્લી વખત વર્ષ 1912માં આપવામાં આવ્યો હતો, પરંતુ ત્યારથી શુદ્ધ સોનું આપવામાં આવતું નથી. કદાચ ખેલાડીઓ તપાસ કરે કે મેડલ ગોલ્ડનો છે કે નહીં.