Site icon Revoi.in

અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં બહુમાળી ઈમારતમાં આગ, એકનું મોત

Social Share

અમદાવાદઃ શહેરના શાહિબાગ વિસ્તારમાં આવેલી એક બહુમાળી ઈમારતના સાતમાં માળે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગની આ ઘટનામાં એક સગીરાનું મોત થયાનું જાણવા મળે છે. ઈમારતમાં ક્યાં કારણોસર આગ લાગી તે જાણી શકાયનું નથી, પરંતુ ગેસ ગીઝર ફાટતા આ બનાવ બન્યાનું ચર્ચાય રહ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર શાહિબાગ વિસ્તારમાં આવેલી એક બહુમાળી ઈમારતના પાંચમાં માળે આગ લાગી હતી. આ બનાવની જાણ થતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ઈમારતમાં કેટલાક લોકો ફસાયાં હોવાથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની લગભગ 11 જેટલી ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી. દરમિયાન 15 વર્ષની એક સગીરા પોતાના ઘરમાં ફસાઈ ગઈ હતી. જ્યારે ઘરના અન્ય સભ્યો બહાર દોડી ગયા હતા.

આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે સગીરાને ભારે જહેમત બહાર કાઢી હતી. ગંભીર રીતે દાઝેલી સગીરાને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેનું મોત થયું હતું. આ સગીરાનું નામ પ્રાંજલ હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી. શહેરમાં આજે વધુ એક બનાવ બનતા ફાયર સેફ્ટી ઉપર પણ સવાલ ઉભો થાય છે. આ આગમાં કોઈ મોટી જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. હજુ થોડાક દિવસો પહેલા જ શાહપુર વિસ્તારમા આગ લાગી હતી જેમા એક દંપતી સહીત બાળકના મોત નિપજ્યા હતા.

Exit mobile version