Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિની 132 શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો લગાવાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ખાનગી અને સરકારી શાળાઓ તેમજ હોસ્પિટલોમાં ફાયર એનઓસી ન હોય તો મિલ્કતોને સીલ મારવાની ઝૂંબેશ આદરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં મ્યુનિના ફાયર વિભાગ દ્વારા ઘણીબધી શાળાઓને ફાયર એનઓસી ન હોવાથી સીલ મારવામાં આવ્યા છે. જ્યારે બીજીબાજુ મ્યુનિ. સંચાલિત 132 શાળાઓમાં જ ફાયર સેફ્ટીના સાધનો લગાવેલા નથી. ત્યારે આ તમામ 132 સ્કૂલોમાં ફાયર સેફ્ટીના સાધનો ખરીદીને લગાવવા માટે મ્યુનિ. શિક્ષણ સમિતિ દ્વારા ટેન્ડર મંગાવ્યા છે. મ્યુનિ. સંચાલિત 444 શાળાઓ પૈકી 132માં સાધનો લગાવવાના બાકી છે એટલે કે 30 ટકા જેટલી શાળાઓમાં તો ફાયરના સાધનો લગાવવા પડે તેવી સ્થિતિ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અમદાવાદ શહેરમાં મ્યુનિ.એ અત્યાર સુધીમાં 300થી વધારે સ્કૂલોને ક્લોઝર નોટિસો આપી છે. મંગળવારે 9 સ્કૂલોને મ્યુનિ.એ સીલ કરી દીધી છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે મ્યુનિ. સંચાલિત સ્કૂલોમાં ફાયરના સાધનો લગાવેલા નહીં હોવાનું સામે આવ્યું છે. મ્યુનિ. દ્વારા મગાવેલા ટેન્ડરમાં 6 ઓક્ટોબરથી 25મી ઓક્ટોબર સુધી ટેન્ડર ભરવા માટે સમય આપવામાં આવ્યો છે. ફાયર સેફ્ટી મામલે મ્યુનિ.એ હાઇકોર્ટમાં રજૂ કરેલા જવાબમાં જણાવ્યું હતું કે, 5 ઓક્ટોબર સુધી 2,456 ઈમારતો પાસે ફાયર એનઓસી નથી જેમાં રહેણાંક બિલ્ડિંગ 1,449, રહેણાંક સાથેના કોમર્શિયલ બિલ્ડિંગ 508, કોમર્શિયલ 63, સ્કૂલ 417, 10 મોલ, ઓડિયટોરિયમ, મલ્ટિપ્લેક્સ, સિનેમા-થિયેટરનો સમાવેશ થાય છે. મ્યુનિ.એ 2500થી વધુ એકમો સીલ કર્યા છે. નોંધનયી છે કે, કુલ 10,222 બિલ્ડિંગ આવેલી છે.

 

 

 

 

Exit mobile version