- ઓપરેશન કાવેરી અઁતર્ગત સુડાનમાંથી ભારતીયો દિલ્હી પહોંચ્યા
- દિલ્હી એરપોર્ટ પર ભારતીયોએ પીએમ મોદી જીંદાબાદના નારા લગાવ્યા
દિલ્હીઃ- સુડાનમાં ફસાયેલા ભારતીયોને ભારત લાવવામાં આવી રહ્યા છએ આ માટે ઓપરેશન કાવેરી ચલાવવામાં આવ્યું છએ જે અંતર્ગત સુડાનમાં ફસાયેલા ભારતીયોને પહેલો જથ્થો વિતેલી રાત્રે દિલ્હી એરપોર્ટ પર આવી પહોચ્યો હતો, તમામ લોકોના ચહેરા પર હાશકારો જોવા મળ્યો હતો તો સાથે જ પીએમ મોદી જીંદાબાદના નારાથી એરપોર્ટ ગૂંજી ઉઠ્યું હતું.
‘ઓપરેશન કાવેરી’ હેઠળ સુડાનમાંથી 360 ભારતીય નાગરિકોને લઈને જેદ્દાહથી પ્રથમ વિશેષ ફ્લાઇટ બુધવારે સાંજે દિલ્હી પહોંચી હતી. સુડાનની નિયમિત સેના અને અર્ધલશ્કરી દળ વચ્ચે યુદ્ધવિરામ સમાપ્ત થાય તે પહેલાં, કેન્દ્ર સરકાર હિંસાગ્રસ્ત આફ્રિકન દેશમાંથી શક્ય તેટલા વધુ નાગરિકોને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે
સુડાનથી આવેલા લોકોએ કહ્યું કે એમ્બેસી અને સરકારે પણ ઘણી મદદ કરી છે. જેદ્દાહમાં લગભગ 1000 લોકો છે. સરકાર ઝડપથી સ્થળાંતરનું કામ કરી રહી છે. સુદાનમાંથી બહાર કાઢવામાં આવેલા 360 ભારતીયોને લઈ જતી વિશેષ ફ્લાઈટ સાઉદી અરેબિયાના જેદ્દાહથી દિલ્હી આવી હોવાથી ભારતીયોએ ભારે ખુશી વ્યક્ત કરી હતી.સુડાનથઈ આવેલા તમામે તમામે પીએમ મોદી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભારતે સુડાનમાંથી કુલ 670 ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા છે અને નિયમિત સૈન્ય અને અર્ધલશ્કરી દળ વચ્ચેનો યુદ્ધવિરામ સમાપ્ત થાય તે પહેલાં સંઘર્ષગ્રસ્ત આફ્રિકન દેશમાંથી તેના વધુ નાગરિકોને બહાર કાઢવાનું વિચારી રહ્યું છે.સત્તાવાર આંકડાઓ અનુસાર, સુનડામાંથી બહાર કાઢવામાં આવેલા ભારતીયોની કુલ સંખ્યા અત્યાર સુધીમાં 670 છે. જ્યઆરે વિતેલી રાત્રે પ્રથમ લોકોની ટોળકી દિલ્હી આવની ત્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું કે ભારત તેમની વાપસીનું સ્વાગત કરે છે. #OperationKaveri 360 ભારતીય નાગરિકોને ઘરે લાવે છે કારણ કે પ્રથમ ફ્લાઈટ નવી દિલ્હી પહોંચી છે.