Site icon Revoi.in

કર્ણાટકના કાલબુર્ગી એરપોર્ટ ઉપર હવે ફ્લાઈટ નાઈટ લેન્ડિંગ કરી શકશે

Social Share

 

નવી દિલ્હીઃ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ કર્ણાટકના કાલબુર્ગી એરપોર્ટ પર નાઇટ લેન્ડિંગ સુવિધાને મંજૂરી આપી છે. 22 નવેમ્બર 2019ના રોજ કર્ણાટકના તત્કાલિન મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા દ્વારા કલાબુર્ગી એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પાસે રનવે 09-27 (3175 m x 45 m) અને પાર્કિંગ 03 એરક્રાફ્ટ (1 A-320, 02 ATR 72/Q-400) માટે યોગ્ય એપ્રોન છે.

આ એરપોર્ટ પર નાઇટ લેન્ડિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવાની લાંબા સમયથી માંગણી હતી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય દ્વારા નાઇટ લેન્ડિંગ સુવિધાની મંજૂરી સાથે, આ એરપોર્ટ માટે એરોડ્રોમ લાયસન્સ તમામ હવામાન કામગીરી માટે VFR (વિઝ્યુઅલ ફ્લાઇટ નિયમ) થી IFR (ઇન્સ્ટ્રુમેન્ટલ ફ્લાઇટ નિયમ) માં ફેરફાર કરવામાં આવ્યો છે.

એરપોર્ટ               એરલાઈન             અગાઉનું/આગલું શહેર સેવા        સ્લોટ ફાળવણી મુજબ દર અઠવાડિયે ઓપરેશન્સ 

જીબીઆઈ            સ્ટાર એર                તિરુપતિ                                          8

જીબીઆઈ            એલાયન્સ એર        બેંગલુરુ                                           10

જીબીઆઈ            સ્ટાર એર               બેંગલુરુ                                          8

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ વધ્યો છે. રોજગારની નવી-નવી તકો ઉભી થઈ રહી છે. આ ઉપરાંત દેશમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી છે અને દુનિયાની અનેક જાણીતી કંપનીઓ ભારતમાં આવી છે. જેથી દેશમાં ઉત્પાદન વધવાની સાથે દુનિયાના અનેક દેશોમાં નિકાસ પણ વધી છે. ભારત સરકારની વિકાસની કાર્યપ્રણાલીની દુનિયાભરે નોંધ લીધી છે. દેશમાં અનેક એરપોર્ટનો વિકાસ કરવાની સાથે જ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.