Site icon Revoi.in

યુપીના ઈતિહાસમાં પહેલી વખત ગુનેગારોમાં ડર જોવા મળે છેઃ PM મોદીએ સીએમ યોગીના કર્યા વખાણ

Social Share

 

લખનૌઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારના રોજ ઉત્તર પ્રદેશની પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓને સંબોધી રહ્યા છે, ત્યારે પીએમ મોદીએ રાજ્યની યોગી સરકારની ખૂબ પ્રશંસા કરી હતી. યોગી સરકારના કાયદાઓને લઈને યુપીમાં જે પરિવર્તન આવ્યું છે અને વિશ્વને ઉત્તર પ્રદેશને જોવા નો જે દ્રષ્ટિકોણ બદલાયો છે તે વિશે વાત કરતા રાજ્ય સરકાના પેટ ભરીને વખાણ કર્યા હતા.અને CM યોગી આદિત્યનાથે અયોધ્યાથી PM મોદીનું આ ભાષણ સાંભળ્યું હતું.

પીએમ મોદીએ કહ્યું કે ,આ લોકોએ સમગ્ર યુપીને નહી પરંતુ પોતાને કરવાનુંકામ કર્યું છે. તેમણે કહ્યું કે યુપીની ડબલ એન્જિન સરકારે રાજ્ય તરફ વિશ્વનો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો છે. આ રાજ્ય સક્ષમ રાજ્ય બની શકે છે તેવો વિશ્વાસ છેલ્લા કેટલાક વર્ષોમાં જન્મ્યો છે. યુપીના ઇતિહાસમાં પ્રથમ વખત ગુનેગારોમાંડરનું વાતાવરણ ઉભું થયું છે. ગરીબો અને કમજોર લોકોને ધમકાવતા, પરેશાન કરતા અને ગેરકાયદેસર રીતે કબજો જમાવતા લોકોના મનમાં હવે ભય પેદા થયો છે.

પીએમ મોદીએ કહ્યું કે, જે સિસ્ટમને ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારની લત લાગી ગઈ  હતી તેમાં હવે સાર્થક પરિવર્તન શરુ થયું છે, તેમણે કહ્યું કે આજે એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે જનતાના લાભ માટે નાણાં સીધા તેમના ખાતામાં પહોંચે. ઉત્તર પ્રદેશ રોકાણનું કેન્દ્ર બની રહ્યું છે. દુનિયાભરની કંપનીઓ અહીં રોકાણ કરવા માંગે છે. ઉત્તર પ્રદેશના મહેનતુ લોકો આત્મનિર્ભર ભારતનો આધાર છે. આજે આપણે આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યા છીએ. આવનારા 25 વર્ષ માટે મોટા લક્ષ્યો અને મોટા સંકલ્પો માટે આ તક છે. આ સંકલ્પોમાં યુપીની મોટી જવાબદારી અને ભાગીદારી  રહી છે.

યુપી છેલ્લા દાયકાઓમાં જે પ્રાપ્ત કરી શક્યું નથી. હવે તે મેળવવાનો વખત આવ્યો છે. આ દાયકો યુપીમાં છેલ્લા 70 વર્ષમાં જે ન કરી શક્યો તે પૂર્ણ કરવાનો સમય છે. દલિતો, મહિલાઓ અને પછાત લોકોની ભાગીદારી વિના આ કાર્ય શક્ય નથી. ભૂતકાળમાં, શિક્ષણને લગતા બે નિર્ણયો છે, જે યુપીને ઘણો ફાયદો કરાવનાર છે. હવે હિન્દી સહિત ઘણી ભાષાઓમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવવામાં આવશે. જેનાથી યુપીના યુવાનોને  ઘણો ફાયદો થશે.આમ પીએમ મોદીએ ઉત્તરપ્રદેશના વિકાસના કાર્યોની સરહાના કરીને યુપી સરકારના વખાણ કર્યા હતા