Site icon Revoi.in

વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના કર્યા વખાણ અને કહી આ વાત

Social Share

દિલ્હી:ભારત-અમેરિકા વચ્ચે ટુ-પ્લસ-ટુ મંત્રી સ્તરની બેઠક માટે અમેરિકા પહોંચેલા વિદેશ મંત્રી એસ જયશંકરે પણ કોરોના મહામારી અંગે ચર્ચા કરી હતી.તેમણે કહ્યું કે, ગયા વર્ષે ભારતમાં અમે કોવિડ-19ના ડેલ્ટા વેરિઅન્ટની ખૂબ જ ગંભીર લહેરનો સામનો કર્યો હતો.આ દરમિયાન દેશમાં ઓક્સિજન, રેસ્પિરેટર અને કેટલીક દવાઓની ભારે માંગ હતી. ઘણા દેશો મદદ માટે આગળ આવ્યા પરંતુ એક દેશ જે ખરેખર મોખરે ઊભું હતું તે અમેરિકા હતું. કોવિડનો અનુભવ આપણા બધા માટે ખૂબ જ તણાવપૂર્ણ રહ્યો છે.

ભારત-અમેરિકાના સંબંધોનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે, તેનાથી અમને એ પણ દેખાઈ આવ્યું છે કે,વિશ્વભરમાં મિત્રતા અને સંબંધો શું કરી શકે છે. અમે ભારતમાં 3 કોવિડ રસીઓનું ઉત્પાદન કરી રહ્યા છીએ, જે યુએસ સાથેના અમારા સંબંધોનું સીધું પરિણામ છે.વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે,બંને દેશોના નીતિ નિર્માતાઓ અમારા શૈક્ષણિક સહયોગથી આવનારા મોટા પરિવર્તનથી સારી રીતે વાકેફ છે.2020 માટેની અમારી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ આંતરરાષ્ટ્રીય સહયોગને પણ પ્રાથમિકતા આપે છે.

જયશંકરે કહ્યું કે તેઓ તેને 2021ની મોટી ઉપલબ્ધિ માને છે કે,ભારત અમેરિકાની મદદથી ઉત્પાદન વધારી શકે છે.તેમણે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકનની પણ પ્રશંસા કરતા કહ્યું કે, બ્લિંકને ખરેખર અમેરિકન સિસ્ટમને ખસેડી અને વસ્તુઓ પૂર્ણ કરવા માટે વધુ સારો રસ્તો અપનાવ્યો.

વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને વિદ્વાનો અને સંશોધકોને સંબોધિત કર્યા હતા.આ દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ તેમની સાથે વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા.અહીં તેમણે ‘યુએસ-ઈન્ડિયા હાયર એજ્યુકેશન ડિસ્કશન’ વિષય પર વાત કરી હતી.આ ઇવેન્ટને બંને દેશો વચ્ચે ‘શિક્ષણ અને કૌશલ્ય પ્રશિક્ષણ પર વર્કિંગ ગ્રુપ’ બનાવવાની તક તરીકે જોવામાં આવી રહી છે. વોશિંગ્ટનમાં હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી વખતે જયશંકરે યાદ કર્યું કે કેવી રીતે કોવિડનો અનુભવ તમામ દેશો માટે તણાવપૂર્ણ રહ્યો છે.

Exit mobile version