Site icon Revoi.in

જૂનાગઢઃ લાયન શોના નામે સિંહની પજવણી કરનારાઓ સામે કાર્યવાહી, 3ની અટકાયત

Social Share

અમદાવાદઃ એશિયનટીક લાયનનું ઘર ગણાતા ગિરના જંગલ વિસ્તારમાં અવાર-નવાર સાવજોની પજવણીના કિસ્સા સામે આવે છે. તાજેતરમાં જ સિંહની પજવણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને વનવિભાગે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ શરૂ કરીને 14 વ્યક્તિઓની ઓળખ કરીને 3 વ્યક્તિઓની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. વનવિભાગની કાર્યવાહીથી સાવજોની પજવણી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં જ એક ફાર્મ હાઉસમાં પશુને બાંધીને તેનો શિકાર કરવા આવનારા સિંહની પજવણીનો વીડિયો વાયરલ થયો હતો. સિંહ દર્શનના નામે મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરવામાં આવ્યાં હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેથી સફાળા જાગેલા વનવિભાગે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. વનવિભાગની તપાસમાં વીડિયો મેંદરડા ડેડકડી રેન્જ પાસેના ખાનગી ફાર્મનો હોવાનું સામે આવ્યો હતો. વનવિભાગે કુલ 14 લોકોની ઓળખ કરીને ત્રણની અટકાયત કરી છે. ફાર્મ હાઉસનો માલિક પોલીસ કર્મચારી હોવાનું જાણવા મળે છે. તેને પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે.

(PHOTO-FILE)