Site icon Revoi.in

પાયોનિયર ન્યૂઝપેપરના પૂર્વ તંત્રી અને રાજ્યસભાના પૂર્વ સભ્ય ચંદન મિત્રાનું નિધન

Social Share

દિલ્હીઃ રાજ્યસભાના પૂર્વ સાંસદ અને પત્રકાર ચંદન મિત્રાનું મોડી રાતે દિલ્હીમાં નિધન થયું હતું. આ જાણકારી તેમના દીકરા કુશાન મિત્રાએ આપી હતી. પૂર્વ સાંસદ ચંદન મિત્રાના નિધન અંગે દુઃખ વ્યક્ત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “શ્રી ચંદન મિત્રાજીને તેમની બુદ્ધિ અને અંતદ્રષ્ટિ માટે યાદ રાખવામાં આવશે. તેમણે મીડિયાની સાથે રાજનીતિની દુનિયામાં પણ પોતાની આગવી ઓળખ બનાવી હતી. તેમના અવસાનથી હું આઘાતમાં છું, તેમના પરિવાર અને પ્રશંસકોને મારી સંવેદના… શાંતિ”. ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા-ટ્રીમ મીડિયા) પરિવાર દ્વારા પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.

ચંદન મિત્રાજી પાયોનિયર સમાચારપત્રના સંપાદક પણ રહી ચુક્યાં છે. તેમજ ભાજપ તરફથી તેઓ રાજ્યસભામાં પહોંચ્યાં હતા. જો કે, 2018માં તેમણે ભાજપનો સાથ છોડીને મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીમાં જોડાયાં હતા. ભાજપના નેતા અને રાજ્યસભાના સભ્ય સ્વપન દાસગુપ્તાએ ચંદન મિત્રા સાથેની તસ્વીર શેયર કરીને લખ્યું છે કે, “ હું 1972માં એક સ્કૂલની યાત્રા દરમિયાન મારી સાથે ચંદન મિત્રાની એક તસ્વીર પોસ્ટ કરી રહ્યો છું, ખુશ રહો મારા પ્રેમાળ મિત્ર તમે જ્યાં પણ હોવ“. આ ઉપરાંત અન્ય ટ્વીટ કરીને કહ્યું હતું કે, મે આજે સવારે મારા નજીકના મિત્ર એવા પાયોનિયરના સંપાદક અને પૂર્વ સાંસદ ચંદન મિત્રાને ગુમાવ્યાં છે. અમે લો માર્ટિનિયરના વિદ્યાર્થી તરીકે સાથે હતા અને સેન્ટ સ્ટીફન્સ અને ઓક્સફોર્ડ ગયા હતા. અમે એક જ સમયે પત્રકારિતામાં જોડાયા હતા અને અયોધ્યા અને ભગવા લહેરના ઉત્સાહ સાથે જોયો.

ચંદન મિત્રા પાયનિયર અખબારના સંપાદક હતા. વર્ષ 2003થી 2009 સુધી રાજ્યસભામાં મનોનિત સાંસદ રહ્યાં છે. 2010માં પણ રાજ્યસભા માટે પસંદ થયાં હતા. વર્ષ 2018માં તેમણે ટીએમસી જોઈન્ટ કર્યું હતું. તેઓ એક સારા લેખક પણ હતા.