Site icon Revoi.in

પૂર્વ વડાપ્રધાન અટલજીના ભત્રીજી કરૂણા શુકલાનું કોરોનાથી નિધન

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીમાં અનેક રાજકીય અને સામાજીક આગેવાનોએ અંતિમ શ્વાસ લીધા છે. દરમિયાન પૂર્વ વડાપ્રધાન અટલજીના ભત્રીજી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કરૂણા શુકલાનું કોરોનાથી નિધન થયું હોવાનું જાણવા મળે છે. તેમની છત્તીસગઢની એક હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલતી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ સાંસદ કરૂણા શુકલા કોરોના સંક્રમિત થતા છત્તીસગઢની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. જ્યાં સોમવાર રાત્રે 12 વાગ્યેને 40 મિનિટે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. દિવંગત કરૂણા શુકલાના અંતિમ સંસ્કાર મંગળવારે બલૌદાબજારમાં થશે. કરૂણા શુક્લા વર્મમાનમાં છત્તીસગઢમાં સમાજ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ હતા. તેઓ ભાજપમાં પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સહિત તમામ મોટા પરદા પર રહી ચુક્યાં છે. કરૂણા શુક્લાના નિધન પર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ ટ્વિટ કર્યું કે, મારા કરૂણા ચાચી એટલે કરૂણા શુક્લાજી નથી રહ્યા. કરૂણા શુકલાજીનું કોરોના મહામારીમાં નિધન થતા રાજકીય આગેવાનોએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી.