Site icon Revoi.in

ગુજકેટની 31 માર્ચના રોજ લેવાનારી પરીક્ષા માટેના ફોર્મ 16મી જાન્યુઆરી સુધી ભરી શકાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 31 માર્ચ 2024ના રોજ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) યોજાશે. આ પરીક્ષા માટે ફોર્મ ભરવાનો પ્રારંભ કરાયો છે. પરીક્ષા આપવા માગતાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ તા.16મી જાન્યુઆરી સુધી પરીક્ષા ફોર્મ ભરી શકશે.  અગાઉ બોર્ડે દ્વારા 2 એપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરી હતી, પરંતુ  આ તારીખ CBSE બોર્ડની પરીક્ષાઓ સાથે ક્લેશ થવાના કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે 31 માર્ચના રોજ ગુજકેટ ફરીથી શેડ્યૂલ કરી હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 31 માર્ચ 2024ના રોજ ગુજકેટની પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. આ પરીક્ષા માટેના ફોર્મ ભરવાનો 2જી જાન્યુઆરીથી પ્રારંભ કરાયો છે.  જે વિદ્યાર્થીઓ ધોરણ 12 સાયન્સ બાદ ડિગ્રી એન્જિનિયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગે છે, એવા વિદ્યાર્થીઓ 16 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે,  માર્ચ 2024માં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તથા સાયન્સ પ્રવાહની પરીક્ષા યોજાશે.  ધોરણ 12 સાયન્સની પરીક્ષા બાદ જે વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ કે ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે તેમના માટે ગુજકેટની પરીક્ષા લેવાતી હોય છે. આ ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની શરુઆત મંગળવારથી થઈ ચુકી છે. પરીક્ષા પ્રવેશના ફોર્મ ભરવાની કાર્યવાહી ઓનલાઈન શરુ થઈ છે. અગાઉ ગુજકેટની પરીક્ષા માટે બોર્ડ દ્વારા 2 એપ્રિલની તારીખ જાહેર કરવામાં આવી હતી, પરંતુ CBSE બોર્ડની પરીક્ષાને કારણે 31 માર્ચે ગુજકેટની પરીક્ષા યોજાશે. ગુજકેટની પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે. www.gseb.org અથવા gujcet.gseb.org પર ફોર્મ ભરવાના રહેશે. ગુજકેટની પરીક્ષા ફી 350 રૂપિયા SBI ઈ પે સિસ્ટમ મારફતે કરવામાં આવશે.