Site icon Revoi.in

ખેડામાં ટન્કર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ચારના મોત, એક ઘાયલ

Social Share

અમદાવાદઃ મધ્ય ગુજરાતના કઠલાલ-કપંડવજં માર્ગ ઉપરમોટરકાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના કરૂણ મોત થયા હતું. જ્યારે એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર અરથે હોસ્પિટલ ઘસેડવામાં આવી હતી. મૃત્યુ પામનારા ચારેય વ્યક્તિ સુરેન્દ્રનગરના હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ખેડાના કઠલાલ-કપડવંજ રોડ ઉપર પૂરઝડપે પસાર થતી મોટરકાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પોરડા પાટિયા નજીક સર્જાયેલા અકસ્માતને પગલે કારમાં સવાર વ્યક્તિઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. મોટરકાર ઓવરટેક કરવાની લ્હાયમાં ટેન્કરમાં ઘુસી ગયાનું મનાઈ રહ્યું છે. આ બનાવને પગલે પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી આરંભી હતી. અકસ્માતમાં ઘવાયેલી એક વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી.

આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયાં હતા. પોલીસે તમામના મૃતદેહ બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તેમજ મૃતકોની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરી હતી. માર્ગ અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થયાં સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બીજી તરફ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી છે.