નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતના આધુનિક ઈતિહાસમાં ચાર ગુજરાતીઓનું અદભુત યોગદાન રહ્યું છે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે. દેશની રાજધાનીમાં દિલ્હી ગુજરાતી સમાજના 125માં સ્થાના દિવસ સમારોહમાં અમિત શાહે આ વાત કરી હતી.
શ્રી દિલ્હી ગુજરાતી સમાજના 125 વર્ષ પૂર્ણ થવાના સમારોહમાં ભાગ લીધો.
દિલ્હીમાં વસતા ગુજરાતીઓને તેમની સંસ્કૃતિ અને સભ્યતા સાથે જોડી રાખવાનું તેમજ દેશ અને સમાજની સેવા માટે પ્રેરિત કરવાનું કામ આ સંસ્થાએ કર્યું છે. આ સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવું છું. pic.twitter.com/COIikabKx1
— Amit Shah (@AmitShah) May 18, 2023
અમિત શાહે જણાવ્યું હતું કે, પીએમ મોદીના નેતૃત્વમાં ભારતનું તેજ સમગ્ર દુનિયામાં ફેલાયું છે. મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, મોરારજી દેસાઈ અને નરન્દ્ર મોદી એવા ચાર ગુજરાતી છે જેમણે દેશના આધુનિક ઈતિહાસમાં વિશિષ્ટ યોગદાન આપ્યું છે. આ ચાર ગુજરાતીઓએ દેશનું ગૌરવ વધાર્યું છે.
તેમણે કહ્યું કે, રાષ્ટ્રપિતી ગાંધીજીએે યોગદાન આપ્યું, સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક કર્યો અને મોરારજી દેસાઈએ લોકતંત્રની તાકાત વધારી હતી. નરેન્દ્ર મોદીને કારણએ સમગ્ર દુનિયામાં આજે ભારતની ખ્યાતિ વધી છે.
તેમણે વધુમાં જણવ્યું કે, ગુજરતી સમજ ભારત અને સમ્ર દુનિયમાં ઉપસ્થિત છે. આ સમાજ લોકોમાં સરળાથી ભળી જાય છે અને તેમની સેવા પણ કરે છે. તે આ સમાજની ખાસિયત છે. શ્રી દિલ્હી ગુજરાતી સમાજના યોગદાનની પ્રસંશા કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, આ સંસ્થાને પગલે દિલ્હીમાં ગુજરાતી સમાજને પોતાની સંસ્કૃતિ અને સભ્યતા સાથે જોડાતા રહેવામાં મદદ મળી છે. દિલ્હીમાં રહીને પણ ગુજરાતી સમાજે પોતાની ઓળખ અનએ સંસ્કૃતિને જાળવી રાખી છે.