Site icon Revoi.in

ભાવનગરના તળાજા પાસે આઈસર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચારનાં મોત

Social Share

ભાવનગરઃ મહુવા- ભાવનગર  હાઈવે પર તળાજા નજીક શેત્રુંજી નદીના પુલ પર કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે, અને  એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. આ ચારેય મૃતકો મહુવા તાલુકાના નેપ ગામના હોવાનું જાણવા મળ્યુ છે.

ગુજરાતમાં રોડ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભાવનગર-તળાજા હાઈવે પર અકસ્મત સર્જાયો હતો. ભાવનગર-તળાજા હાઈવે પર શેત્રુંજી નદીના પુલ પાસે કાર અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર ચાર  લોકો મોત નીપજ્યાં હતા. આ અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોના કરુણ મોત નિપજતા શોકનો માહોલ પ્રસર્યો છે. આ ઘટનામાં ભોગ બનનારોમાં બે મહિલા અને બે પુરૂષનો સમાવેશ થાય છે. જેમાં ત્રણ લોકોના સ્થળ પર જ્યારે એક પુરુષનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તળાજાના શેત્રુંજી નદીના પુલ પરથી પસાર થઇ રહેલી કારને એવી ગંભીર ટક્કર વાગી હતી કે, કારમાં બેસેલા ચારે- ચાર વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં. જેમાં બે મહિલાઓ અને બે પુરુષોનાં મોત થયાં હતાં. પ્રાથમિક તપાસમાં તમામ મૃતકો મહુવાના નેપ ગામના હોવાનું જાણવા મળ્યુ છે. હાલ પોલીસે આ અકસ્માત અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરીને તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.