Site icon Revoi.in

વારંવાર ચક્કર આવવાની સમસ્યા છે, તો ખોરાકમાં આ વસ્તુંઓ કરો સામેલ,આટલી બાબતોનું રાખો ધ્યાન

Social Share

આજકાલ હવે ગરમી શરુ થવાની સાથે જ લોકોને ચક્કર આવવા જેવી સમસ્યાઓ સર્જાય છે, શરીર ઢીલું પડી જવું અથવા તો આંખે અંધારા આવવા તેમજ કમજોરી આવવી આવી સમલસ્યાઓ ગરમીના કારણે થતી હોય છે જો કે તેના પાછળ મુખ્ય કારણ તમારો ખોરાક જવાબદાર છે.

જો ખોરાક હેલ્ઘી અને સારો લેશો તો તમે આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકશો તો હવે આટલી બાબતોનું ધ્યાન રાખશો તો આ સમસ્યા નહી થઆય

દિવસ દરમિયાન કલાક કલકાના અંતરે પાણી પીવું

પાણીની ખામીથી ચક્કર આવતા હોય છે, ઘણા લોકો પાણી ઓછુ પીતા હોય છે. એવામાં તેમના શરીરમાં ધીરે-ધીરે પાણીની કમી થવા લાગે છે. તેનાથી ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે. ખાસકરી વુદ્ધો અને ડાયબિટીઝના દર્દીઓએ આ સમસ્યા વધુ જોવા મળે છે.
ચક્કર આવે તો તુલસીના રસમાં ખાંડ ભેળવીને સેવન કરવાથી કે તુલસીના પાંદડામાં મધ ભેળવીને ચાટવાથી ચક્કર આવવાના બંધ થઇ જાય છે.

જે લોકોને ચક્કર આવે છે તેમને બપોરે ભોજનના ૨ કલાક પહેલા અને સાંજે નાસ્તામાં ફળ કે જ્યુસ પીવું જોઈએ. રોજ જ્યુસ પીવાથી ચક્કર આવવાના બંધ થઇ જશે. પણ ધ્યાન રાખશો કે જ્યુસમાં કોઈ પ્રકારનું ગળ્યું કે મસાલા ન નાખેલ જ્યુસ પીવો. જ્યુસ ને બદલે તાજા ફળ પણ ખાઈ શકો છો.અને તાજા ફળોનો રસ લઈ શકો છો.

નારિયેળનું પાણી રોજ પીવાથી ચક્કર આવવાના બંધ થઇ જાય છે. ચા કે કોફી ઓછી પીવી જોઈએ. વધુ ચા કે કોફી પીવાથી પણ ચક્કર આવે છે.ગેસ બને તેવો ખોરાક ઓછો કરવો જોઈએ

ચક્કર આવે ત્યારે ધાણા નો પાવડર દસ ગ્રામ અને આંબળાનો પાવડર દસ ગ્રામ લઈને એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દો. સવારે સારી રીતે ભેળવીને પી લો. તેનાથી ચક્કર આવવાના બંધ થઇ જશે.