Site icon Revoi.in

કચ્છના મુન્દ્રા બંદરેથી રૂ. 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી નશીલા દ્રવ્યોના નેટવર્કને તોડી પાડવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત શરૂ કરી છે. દરમિયાન એટીએસની ટીમે કચ્છના મુંદ્રા બંદરેથી રૂ. 350 કરોડનું 70 કિલો જેટલુ હેરોઈનનો જથ્થો મળી આવ્યો છે. આ જથ્થો એક કન્ટેનરમાંથી મળી આવ્યો હતો આ કન્ટેનર દુબઈથી નીકળ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર મુંદ્રા બંદરે દુબઈથી એક કન્ટેનર આવ્યું હતું. દુબઈના જેબેલ અલી બંદરથી કન્ટેનર આવ્યું હતું. આ કન્ટેનરમાં નશીલા દ્રવ્યોનો જથ્થો હોવાની એટીએસને માહિતી મળી હતી. જેથી એટીએસની ટીમ દ્વારા કન્ટેનરમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. એટીએસની તપાસમાં રૂ. 350 કરોડની કિંમતનું હેરોઈન મળી આવ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે એટીએસની ટીમે ગુનો નોંધવાની કવાયત શરૂ કરી હતી. આ જથ્થો કોણે મોકલ્યો અને કોને સપ્લાય કરવામાં આવ્યો હતો તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ કન્ટેનરમાં કપડા હોવાનું જાણવા મળે છે. જેથી ડ્રગ્સ માફિયાઓ કપડાની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હતી. તેમજ દરિયાઈ માર્ગે ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યું હતું. ATSના અધિકારીએ જણાવ્યું હતું કે, મુન્દ્રા પોર્ટ પર હેરોઈન જપ્ત કરવાની કામગીરી ચાલી રહી છે. આ મામલે વિશેષ તપાસ થઈ રહી છે જેમાં અનેક મોટા ખુલ્લાસાઓ થવાની સંભાવના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નશીલા પદાર્થોની હેરાફેરી કરવા માટે ડ્રગ્સ માફિયાઓ હવે ગુજરાતનો દરિયો અને દરિયાકાંઠાનો ઉપયોગ કરતા હોવાથી સુરક્ષા એજન્સીઓ વધુ એલર્ટ બની છે, તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.