Site icon Revoi.in

મમરાનું સેવન કરવાથી અનેક બીમારીઓ રહે છે કંટ્રોલમાં- જાણો તેને ખાવાથી થતા અનેક બીજા ફાયદાઓ

Social Share

સામાન્ય રીતે સવારે આપણે પરાઠા કે બ્રેડ એવું કંઈક ખાતા હોઈએ છીએ જો કે આ વસ્તુ ઓઈલી હોવાથઈ અને મેંદાની હોવાથી હેલ્થને નુકશાન કરે છે બીજી તરફ વાત કરીએ મમરાની તો મમરા હલકા હોવાથી તે સરળતાથી પચી જાય છે આ સાથે જ તે રાઈસમાંથી બને છે જેના કારણે પેટમાં નુકશાન પણ થતું નથી.

જાણો મમરા ખાવાથઈ થયા લાભ વિશે

આરોગ્યની દ્ર્ષઅટિએ જોવા જઈએ તો મમરા ખૂબ જ ફાયદાકારક ગણાય છે, કારણ કે મમરામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, આયરન, પોટેશિયમ જેવા તત્વો હોય છે. જે શરીર માટે મહત્વના તત્વો છે.

મમરાનું  સેવન કરવાથી પાચન સારું રહે છે. કારણ કે શેકેલા  ચોખા એટલે કે માં સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે. તેથી, જો કોઈને પાચનની કોઈ સમસ્યા હોય, તો તેણે મમરા ખાવા જોઈએ.

આ સાથએ જ મમરાનું સેવન કરવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. કારણ કે પફ્ડ રાઇસમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે. તેથી તેનું સેવન કરવાથી કોઈ નબળાઈ આવતી નથી.

મમરાના સેવનથી હાડકાઓ પણ મજબૂત બને છે,કારણ કે કેલ્શિયમની સાથે-સાથે મેગ્નેશિયમ પણ સારી માત્રામાં  જોવા મળે છે.

મમરાનું  સેવન વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. કારણ કે પફ્ડ રાઇસમાં કેલરી અને ફેટ બંને ખૂબ જ ઓછી માત્રામાં હોય છે.

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે મમરાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે પફડ ચોખામાં સોડિયમની માત્રા ઓછી જોવા મળે છે. તેથી તેનું સેવન કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.

આ સહીત મમરાનું સેવન  કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. કેમકે ફુડ રાઇસમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે, તેથી જે લોકો વારંવાર બીમાર રહે છે, તેઓએ દરરોજ મમનરાનું સેવન કરવું જોઈએ.