Site icon Revoi.in

રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતઃ મૃતકોના પરિવારજનોને કેન્દ્ર અને ગુજરાત સરકારની સહાયની જાહેરાત

Social Share

અમદાવાદઃ રાજસ્થાનના ભરપુર પાસે જયપુર નેશનલ હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ભારે અકસ્માત સર્જોય હતો જેમા 11 લોકોના મોત થયા છે. બસમાં તમામ યાત્રીકો ગુજરાતના ભાવનગરના હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં ભાવનગરના આ યાત્રિકો બસમાં મથુરા જઈ રહ્યાં હતા. દરમિયાન આ દૂર્ઘટના સર્જાઈ હતી. ગુજરાત સરકારે સમગ્ર ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરીને મૃતકોને શ્રદ્ધાજંલી પાઠવી હતી. તેમજ મૃતકો અને ઈજાગ્રસ્તોને આર્થિક સહાયની જાહેરાત કરી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને મૃતકો અને ઈજાગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે.

રાજસ્થાનના ભરતપુરમાં નેશનલ હાઈવે પર આ ગંભીર અકસ્માત આજે સવારે સર્જાયો હતો . મળતી માહિતી મુજબ, ભરતપુરમાં નેશનલ હાઈવે પર ટ્રક અને બસની ટક્કર થઈ હતી. આ માર્ગ અકસ્માતમાં 11ના મોત થયા હતા. જ્યારે અકસ્માતમાં 12 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. બસ રાજસ્થાનના પુષ્કરથી ઉત્તર પ્રદેશના વૃંદાવન જઈ રહી હતી. બસ પુલ પર તૂટી પડતાં આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામ ગુજરાતના હોવાનું જાણવા મળે છે.

દરમિયાન ગુજરાત સરહકારે જાહેરાત કરી હતી કે, રાજસ્થાનમાં થયેલ માર્ગ અકસ્માતની કરુણ ઘટનામાં ગુજરાતના જે યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે પ્રત્યેકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય ગુજરાત સરકાર કરશે. દુ:ખની આ ઘડીમાં રાજ્ય સરકાર મૃતકો અને ઇજાગ્રસ્ત યાત્રિકોના સ્વજનોની પડખે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ભરતપુરમાં થયેલા માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂ. અને ઘાયલોને 50,000 રૂ.ની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી. પીએમઓએ ટ્વીટ કર્યું હતું કે, “રાજસ્થાનના ભરતપુરમાં જે માર્ગ અકસ્માત થયો તે ખૂબ જ દુઃખદ છે. આમાં, ગુજરાતમાંથી ધાર્મિક યાત્રાએ જતા શ્રધ્ધાળુઓના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે. આ સાથે જ હું તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. “પીએમએ ભરતપુરમાં દુર્ઘટનાને કારણે મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓ માટે PMNRF તરફથી પ્રત્યેકને 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000.ની એક્સ-ગ્રેશિયા મંજૂર કરી છે.”