Site icon Revoi.in

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ, ભાજપે 12 મંત્રીઓને જવાબદારી સોંપી

Social Share

ગાંધીનગર :  પાટનગર ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી આગામી તા. ત્રીજી ઓક્ટોબરના રોજ યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ,કોંગ્રસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે. આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક મનીષ સિસોદિયા તા. 29મી ઓક્ટોબરે ગાંધીનગર આવી રહ્યા છે. કોંગ્રેસે પણ એડીચોટીનું જોર લગાવ્યું છે, ત્યારે ભાજપે ચૂંટણી માટે 12 મંત્રીઓને મહત્વની જવાબદારી સોંપી છે.  વોર્ડ દીઠ એક-એક મંત્રીને જવાબદારી સોંપવામાં આવી છે. વોર્ડ નં. 11માં બે મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે, ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની  11 વોર્ડની ચૂંટણી યોજાશે.  વિજય રૂપાણી અને તેના સમગ્ર મંત્રીમંડળ ના રાજીનામા બાદ નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીમંડળ માટે  આ ચૂંટણી પ્રથમ કસોટી સમાન બની રહેશે.

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ભાજપે સરકારના 12 મંત્રીઓને જવાબદારી સોંપી છે. જેમાં વોર્ડ નં.1 માં મંત્રી જીતુ વાઘાણી, વોર્ડ નં.2 માં  મંત્રી કિરીટસિંહ રાણા, વોર્ડ નં.3 માં મંત્રી ઋષિકેશ પટેલ, વોર્ડ નં.4 માં મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, વોર્ડ નં.5 માં મંત્રી હર્ષ સંઘવી, વોર્ડ નં.6 માં મંત્રી  પ્રદીપ પરમાર, વોર્ડ નં.7 માં મંત્રી પુર્ણેશ મોદી, વોર્ડ નં.8 માં મંત્રી  જગદીશ પંચાલ, વોર્ડ નં.9 માં મંત્રી અરવિંદ રૈયાણી, વોર્ડ નં.10 માં મંત્રી કનુ દેસાઈ, વોર્ડ નં.11 માં મંત્રી મુકેશ પટેલ અને  મંત્રી રાઘવજી પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન 3જી ઓકટોબરે યોજાશે.

ગાંધીનગ૨ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસનાં પક્ષને ટક્ક૨ આપવા આ વખતે આમ આદમી પાર્ટી પણ સ્વતંત્ર પક્ષ તરીકે ચૂંટણી લડી ૨હ્યું છે. ગુજરાતમાં સારી શરૂઆત બાદ આપની લોકપ્રિયતા પણ વધી હોવાની ચર્ચા સંભળાઈ ૨હી છે ત્યારે હવે સ્ટા૨ પ્રચા૨ક મનીષ સિસોદીયા 29મી સપ્ટેમ્બરે ચૂંટણી પ્રચા૨ માટે ગાંધીનગ૨ આવી રહ્યા છે. ત્યારે ભાજપ-કોંગ્રેસનાં કાર્યકરો આપમાં જોડાશે તેમજ સામાજિક અને રાજકીય ક્ષેત્રે આગળ પડતાં લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા વર્તાય ૨હી છે જેથી ગાંધીનગ૨ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ૨સાક્સીનો માહોલ સર્જાય તેવી શક્યતા છે.