Site icon Revoi.in

ગાંધીનગર મ્યુનિસિયલ કોર્પોરેશન ચૂંટણીઃ ભાજપમાં 440થી વધુ નેતાઓએ દાવેદારી નોંધાવી

Social Share

અમદાવાદઃ ગાંધીનગર મ્યુનિસિયલ કોર્પોરેશનની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કર્યાં બાદ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત શરૂ કરી છે. ભાજપ દ્વારા ગાંધીનગરની 11 બેઠક ઉપર 44 ઉમેદવારોની પસંદગી માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં 440થી વધુ દાવેદારોએ કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે ઈચ્છા દર્શાવી છે. વોર્ડ નંબર 8માં સૌથી વધારે 51 નેતાઓએ દાવેદારી કરી છે. ભાજપ દ્વારા આગામી દિવસોમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ નિરીક્ષકોએ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં 11 વોર્ડમાં 440 થી વધુ દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભાજપના સિટીંગ કોર્પોરેટરો, બે પૂર્વ મેયર ઉપરાંત કેટલાક સહકારી આગેવાનોએ પણ ચૂંટણીમાં ટિકિટની માંગણી કરી છે. સેન્સની પ્રક્રિયામાં 11 વોર્ડમાં અંદાજે 440 થી વધુ નેતાઓએ ચૂંટણી લડવા માટે ટિકીટની માંગણી કરી છે.

ગાંધીનગર મ્યુનિસિયલ કોર્પોરેશનના વોર્ડ નંબર-1માં 32, વોર્ડ નંબર-2માં 20, વોર્ડ નંબર 3માં 34, વોર્ડ નંબર 4માં 19, વોર્ડ નંબર 5માં 31, વોર્ડ નંબર 6માં 25, વોર્ડ નંબર 7માં 31, વોર્ડ નંબર 8માં 51, વોર્ડ નંબર 9માં 29, વોર્ડ નંબર 10માં 32 અને વોર્ડ નંબર 11માં 20 નેતાઓએ દાવેદારી કરી હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે જેમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાની શકયતા છે.

Exit mobile version