Site icon Revoi.in

રાજકોટમાં ગણેશોત્સવના આયોજકોની રજુઆત, રાતના 10 વાગ્યા સુધી લાઉડસ્પીકરને મંજુરી આપો

Social Share

રાજકોટઃ ગણેશોત્સવને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરના ગણેશ મહોત્સવના મોટા આયોજકો અને પોલીસ કમિશનર વચ્ચે હેમુ ગઢવી હોલમાં બેઠક યોજાઈ હતી. જેમાં ગણેશ મહોત્સવના આયોજકોએ લાઉડસ્પીકરની રાતના 10 વાગ્યા સુધી મંજુરી આપવા સહિત વિવિધ પ્રશ્નોની રજુઆત કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં ગણેશ મહોત્સવના આયોજકો અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ વચ્ચે હેમુ ગઢવી હોલમાં બેઠક યોજાઈ હતી. જેમાં કેટલાક આયોજકોએ પોલીસ કમિશનરને 10 વાગ્યા સુધી સ્પીકર વગાડવાના નિયમમાં છૂટ આપવા રજૂઆત કરી હતી. જ્યારે કેટલાક આયોજકોએ નવ ફૂટથી વધુ હાઈટવાળી મૂર્તિને લઇ સવાલ કર્યો હતો. ત્યારે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, હવે મૂર્તિની હાઈટનો સવાલ નથી. તમે બધી તૈયારી કરી લીધી હશે, વિસર્જનમાં સાત જગ્યા નક્કી છે તેમાં કોઈ સજેશન હોય તો રસ્તો કાઢીશું. બેઠકમાં કેટલાક આયોજકોએ રાતના 10 વાગ્યા સુધી સ્પીકર વગાડવાના નિયમમાં વધુ સમય આપવા રજૂઆત કરી હતી. જાહેરનામામાં 10 વાગ્યા સુધી સ્પીકર વગાડવાની છૂટ છે. જેમાં યોગ્ય કરવા આયોજકોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. પોલીસ કમિશનરે જાહેર આયોજનના નિયમો અને પોલીસ માર્ગદર્શિકાનું પાલન કરવા સમજાવાશે. ગણેશ મહોત્સવ દરમિયાન નિયમ મુજબ સાઉન્ડ સિસ્ટમ રાખવા અને વિસર્જનના નક્કી કરેલા સ્થળે જ આયોજકોએ જવા જણાવ્યું હતું. વિસર્જનના નક્કી કરેલા સ્થળે જ અલગ અલગ 11 કલર કોડ આપવામાં આવ્યા છે.

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, શહેરના તમામ ગણપતિ મહોત્સવના આયોજકો સાથે બેઠક યોજવામાં આવી છે, બેઠકમાં આયોજકોના પ્રશ્નો અને સૂચનો હતા તે અંગે ચર્ચા કરવામાં આવશે. પોલીસ ત્રણ શ્રેષ્ઠ ગણપતિ પંડાલને પસંદ કરશે અને પોલીસ આ ત્રણ મંડળને ટ્રોફી અને રોકડ ઇનામ આપશે. ગણેશ મહોત્સવ દરમિયાન સૌએ કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવાનું રહેશે.