1. Home
  2. Tag "Ganeshotsav"

અમદાવાદમાં ગણેશોત્સવ, ઠેર ઠેર શ્રીજીની સ્થાપના, CMએ ઘાટલોડિયામાં વિધ્નહર્તાની પૂજા કરી

અમદાવાદઃ  શહેરભરમાં ગણેશોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે. ગણેશ ચતુર્થીના દિને શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર-ઠેર શ્રીજીની વેદોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. મોડી સાંજે ચાલુ વરસાદમાં પણ ભગવાનની પૂજા અને સ્થાપના કરવામાં આવી હતી. શહેરમાં સોસાયટીઓ અને જાહેર માર્ગો પર પંડાલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. સવારથી જ […]

રાજકોટમાં ગણેશોત્સવમાં ગણેશજીની મુર્તિ 9 ફુટથી વધુ ઊંચી અને POPની ખરીદવા-વેચવા સામે પ્રતિબંધ

રાજકોટઃ શહેરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવે છે. ગણેશ ઉત્સવના હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરના પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને ગણપતિજીની 9 ફુટથી વધુ ઊંચાઈની મૂર્તિઓ સ્થાપી શકકાશે નહીં ઉપરાંત પીઓપીની મૂર્તિઓ પણ ખરીદવા અને વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત પંડાલમાં યોજાતા ગણેશોત્સવમાં સીસીટીવી કેમેરા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. […]

એનઆઇએમસીજેમાં ગણેશોત્સવ સાઇબર સિક્યુરિટીની થીમ પર ઉજવાશે

ગણપતિ સ્થાપના બુધવારે થશે રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન અમદાવાદ: અમદાવાદ સ્થિત પ્રતિષ્ઠિત મીડિયા શિક્ષણ સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલીઝમ(NIMCJ) દ્વારા દર વર્ષે ગણેશોત્સવ યોજાય છે.આ વર્ષની ગણેશોત્સવની થીમ સાઈબર સિક્યોરિટી અને સાઈબર ક્રાઇમ અવેરનેસની રાખવામાં આવી છે. આવતીકાલે ૩૧મી તારીખે કેમ્પસમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવશે ત્યારબાદ રક્તદાન કેમ્પનું પણ મધરહુડ ફાઉન્ડેશનના […]

રાજકોટમાં ગણેશોત્સવના આયોજકોની રજુઆત, રાતના 10 વાગ્યા સુધી લાઉડસ્પીકરને મંજુરી આપો

રાજકોટઃ ગણેશોત્સવને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરના ગણેશ મહોત્સવના મોટા આયોજકો અને પોલીસ કમિશનર વચ્ચે હેમુ ગઢવી હોલમાં બેઠક યોજાઈ હતી. જેમાં ગણેશ મહોત્સવના આયોજકોએ લાઉડસ્પીકરની રાતના 10 વાગ્યા સુધી મંજુરી આપવા સહિત વિવિધ પ્રશ્નોની રજુઆત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં ગણેશ મહોત્સવના આયોજકો અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ વચ્ચે હેમુ […]

અમદાવાદમાં ગણેશોત્સવ પહેલા જ શ્રીજીની મૂર્તિઓના ભાવમાં 25થી 30 ટકા જેટલો વધારો

અમદાવાદઃ શહેરમાં ગણેશોત્સવને લઈને તૈયારીઓ ચાલી રહી છે. મોરિયા રે બાપા મોરિયા રે. આ નાદ ગુંજવાને આડે બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ગણેશજીના મૂર્તિકારો શ્રીજીની મૂર્તિઓ બનાવીને તેને રંગરોગાન માટે આખરી ઓપ આપી રહ્યા છે.ભાવિકો  છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરી શક્યા ન હતા. આ વર્ષે રાજ્ય […]

ગણેશોત્સવમાં હવે POPને બદલે માટીની મૂર્તિઓની માગ વધતી હોવાથી કારીગરોએ ટ્રેન્ડ બદલ્યો

અમદાવાદઃ રાજ્યમાં ગણેશોત્સવ ભારે ઉત્સાહથી મનાવવામાં આવે છે. ભાવિકો ગણેશજીની મૂર્તિઓ લાવીને વાજતે-ગાજતે ઘર કે ઓફિસમાં અથવા જાહેર સ્થળોએ પંડાલમાં મૂર્તિઓનું સ્થાપન કરતા હોય છે. ત્યારેબાદ પાંચ-સાત દિવસ બાદ ગણેશજીની મૂર્તિઓનું નદી કિનારે જઈને વિસર્જન કરતા હોય છે. ગણેશજીની મૂર્તિઓ ચીનાઈ માટીમાંથી બનાવવામાં આવતા હોય છે. જેના કારણે મૂર્તિઓના વિસર્જન બાદ નદીમાં પ્રદુષણ ફેલાતું હોય […]

અમદાવાદઃ NIMCJ સંસ્થામાં ગણેશોત્સવની ભારે આનંદોલ્લાસથી ઊજવણી

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે ગણેશોત્સવની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. ગણેશચતુર્થીના પાવન પર્વ ઉપર અનેક વિસ્તારમાં શ્રદ્ધાળુઓ દ્વારા દુંદાળાદેવની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક શ્રદ્ધાળુઓએ પોતોના નિવાસસ્થાન તથા વ્યવસાયના સ્થળો ઉપર પણ રિદ્ધિ-સિદ્ધિના દેવતા ગજાનંદજીની સ્થાપના કરવામાં આવી હતી. દરમિયાન શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા NIMCJમાં ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું […]

અમદાવાદમાં ગણેશોત્સવ ઉત્સાહથી ઊજવાશેઃ ગણેશ વિસર્જન માટે 25 કુંડ તૈયાર કરાયાં

અમદાવાદઃ શહેર સહિત રાજ્યભરમાં કોરોનાના કેસમાં ખૂબજ ઘટાડો થયો છે. સાથે સરકારે પણ નિયંત્રણો ઉઠાવી લઈને છૂટછાટો આપી છે. ગણેશોત્સવને પણ કેટલાક નિયમોને આધિન છૂટછાટ આપવામાં આવી છે. ગત વર્ષે કોરોના મહામારીને લીધે  ગણેશોત્સવ ઉજવવાથી વંચિત રહેલા નાગરિકોને આ વર્ષે કોરોનાની ત્રીજી લહેરની શંકા હોવા છતાં ગણેશોત્સવ ઉજવવા મળશે. જેમાં મ્યુનિ.એ પણ શહેરીજનો દ્વારા જાહેર […]

ગણેશોત્સવઃ રાજ્યમાં 4 ફુટથી મોટી મૂર્તિની નહીં કરી શકાય સ્થાપના

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળાઓ યોજવાની મંજુરી આ વર્ષે આપવામાં નહીં આવે, જ્યારે ગણેશોત્સવ ઊજવવાની મંજુરી ઉત્સવના પખવાડિયા પહેલા જે તે સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ લેવામાં આવશે.તેમજ  ગણેશોત્સવમાં વધુમાં વધુ ચાર ફુટની મુર્તિ રાખી શકાશે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code